ગુવાહાટી: પૂર્વોત્તર ભારતના ગુવાહાટીની રોયલ ગ્લોબલ સ્કૂલમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. નોર્થ-ઈસ્ટના પરંપરાગત મેખેલા પોશાકમાં સજ્જ આ AI-સંચાલિત શિક્ષક ‘આઈરિસ’ છે. કામના પ્રથમ દિવસે, આઇરિસે આપેલા વિગતવાર જવાબો અને ઇન્ટરેક્ટિવ શિક્ષણ શૈલીથી વિદ્યાર્થીઓ ખુબ જ પ્રભાવિત થયા છે. એક જિજ્ઞાસુ વિદ્યાર્થિનીએ આઇરિસને પૂછ્યું કે “હિમોગ્લોબિન શું છે?” ત્યારે આઈરિસે ખુબ જ રસપ્રદ જવાબ આપ્યા. વર્ગખંડમાં નવા AI શિક્ષકને જોઈને વિદ્યાર્થીઓમાં સ્પષ્ટ ઉત્તેજના જોવા મળી હતી. આઇરિસ માહિતીના સ્ત્રોત કરતા વધુ જોવા મળી રહી છે. તે અભ્યાસક્રમ કરતા તેનાથી આગળના પ્રશ્નોના જવાબો સરળતાથી આપી. બાળકો ખાસ કરીને આઈરિસના હાવભાવ અને તેની ક્ષમતાથી ખુશ જોવા મળ્યા. જે તેમના શીખવાના અનુભવને વધુ આનંદપ્રદ બનાવે છે.
NITI આયોગ દ્વારા શરૂ કરાયેલ અટલ ટિંકરિંગ લેબ (ATL) પ્રોજેક્ટ હેઠળ મેકરલેબ્સ એજ્યુ-ટેકના સહયોગથી આઈરિસને વિકસિત કરવામાં આવી છે. શાળાનો ઉદ્દેશ્ય શિક્ષણને વ્યક્તિગત કરવા અને વિવિધ પ્રકારની શીખવાની શૈલીઓને સમાવવા માટે આઇરિસની ક્ષમતાઓનો લાભ લેવાનો છે, જેનાથી સમગ્ર ઉત્તર-પૂર્વ પ્રદેશના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વધુ આકર્ષક બને છે.