મુંબઈ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના “પુરુષપ્રધાન માનસિકતાને તોડી નાખો” (Smash the patriarchy) વાળા નિવેદન પર ભાજપના સાંસદ વાંસુરી સ્વરાજે આપેલા વળતા જવાબનો એક જૂનો વિડિયો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડિયો પર બોલિવૂડ અભિનેતા રિતિક રોશને પ્રતિક્રિયા આપતાં જ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
સમગ્ર વિવાદ શું છે?
ગત ઓગસ્ટ મહિનામાં પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને સંબોધતા “પુરુષપ્રધાન માનસિકતાને ખતમ કરવાની” હાકલ કરી હતી. તેના જવાબમાં ભાજપના સાંસદ વાંસુરી સ્વરાજે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને પડકાર ફેંકતા કહ્યું હતું કે, “જો તમે પુરુષપ્રધાન માનસિકતા ખતમ કરવા માંગો છો, તો હું તમને આખું ‘વંદે માતરમ’ ગાવાનો સક્ષમ પડકાર આપું છું.”
રિતિક રોશનની પ્રતિક્રિયા
કોંગ્રેસના નેતા રુચિરા ચતુર્વેદીએ આ વિડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યો હતો કે ‘પુરુષપ્રધાન માનસિકતા ખતમ કરવા’ અને ‘વંદે માતરમ’ ગાવા વચ્ચે શું સંબંધ છે?
આ વિડિયો પર રિતિક રોશને આશ્ચર્ય વ્યક્ત કરતા માત્ર ૫ શબ્દોમાં કોમેન્ટ કરી હતી: “Huh? Is this real. Wow” (હું? શું આ સાચું છે. વાહ).
રિતિક રોશનની આ ટૂંકી પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર વાંસુરી સ્વરાજના નિવેદન અને દેશભક્તિ તથા સ્ત્રીસમાનતા (Feminism) વચ્ચેના તાર્કિક સંબંધ અંગે યુઝર્સ વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે અને વાંસુરી સ્વરાજના આ નિવેદનની ટીકા કરી રહ્યા છે.






