મણિપુર હિંસા વચ્ચે ગૃહ મંત્રાલયે 9 મેઇતેઇ ઉગ્રવાદી સંગઠનો પર પ્રતિબંધ મુક્યો

મણિપુરમાં હિંસા વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ સોમવારે મોટી કાર્યવાહી કરી. મંત્રાલયે મેઈતેઈ ના આતંકવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું. PLAની રાજકીય પાંખો રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF) અને યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ (UNLF)ને પણ ગૃહ મંત્રાલયે પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંગઠનો જાહેર કર્યા છે. આ સિવાય પીએલએની આર્મી વિંગ મણિપુર પીપલ્સ આર્મી (એમપીએ) સામે પણ આ કાર્યવાહી કરવામાં આવી છે.

 

ગૃહ મંત્રાલયે પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કંગલીપાક (PREPAK), રેડ આર્મી અને કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (KCP) પર પણ પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે.