ગુજરાતમાં 2 દિવસ હિટવેવની આગાહી

ગુજરાત સહિત દેશભરમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 2 દિવસની હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં 17 મેના રોજ સુરત, વલસાડમાં સીવિયર હીટવેવની આગાહી છે. તેમજ 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવ રહેશે. તથા રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું છે.

કચ્છ, સુરતમાં પણ હીટવેવની અસર રહેશે

રાજ્યમાં ગરમીની વાત કરીએ તો 17 મેના રોજ સુરત, વલસાડમાં સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે, તો સાથે જ 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં પણ હીટવેવની અસર જોવા મળી શકે છે. આ સાથે જ હાલમાં પણ રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. તો જાણો રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ગરમીનો પારો મે મહિનામાં પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહ્યો છે. દિવસે ને દિવસે ગરમી સતત વધી રહી છે. આ સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. જેની અસર ગુજરાતના વિવિધ શહેરોમાં જોવા મળી શકે છે.