કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને લઈને નિવેદન આપ્યું છે. તેણે ફરી ભારત પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. ટ્રુડોએ ભારતમાંથી હાંકી કાઢવામાં આવેલા 40 કેનેડિયન રાજદ્વારીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. જૂન મહિનામાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ગુરુદ્વારા બહાર કેનેડિયન નાગરિક અને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. ભારતે આ હત્યાનો આરોપ લગાવ્યો હતો.
જસ્ટિન ટ્રુડોએ કહ્યું, ‘અમે ખૂબ જ સ્પષ્ટ કહી દીધું છે કે અમે આ ગંભીર મામલામાં ભારત સાથે કામ કરવા માંગીએ છીએ. શરૂઆતથી જ અમે વાસ્તવિક આરોપો શેર કર્યા છે જેના વિશે અમે ખૂબ જ ચિંતિત છીએ. તેમણે કહ્યું, ‘અમે આ મામલાના તળિયે જવાનો નિર્ણય કર્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈને અમે ભારત સરકાર અને વિશ્વભરના ભાગીદારોનો સંપર્ક કર્યો છે.
ભારતે નિજ્જરની હત્યા કરાવી: જસ્ટિન ટ્રુડો
કેનેડાના વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘ભારતે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યું છે. નવી દિલ્હીએ મનસ્વી રીતે 40 થી વધુ રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા રદ કરી. આ કારણે અમે ખૂબ જ નિરાશ છીએ. તેમણે કહ્યું, ‘અમારી પાસે માનવા માટે ગંભીર કારણો છે કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોઈ શકે છે.’ ટ્રુડોએ કહ્યું કે ભારતે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરીને કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા.