H1B વિઝા ફીઃ US કંપનીઓ શિફ્ટ થવાની તૈયારીમાં

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં H1B વિઝા ફીમાં ભારે વધારો કરવાનો નિર્ણય લીધો હતો, જેની સીધી અસર ભારતીયો પર પડી છે, કારણ કે અમેરિકામાં H1B વિઝાધારકોમાં 70 ટકાથી વધુ ભારતીયો છે, પરંતુ હવે ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અને અર્થશાસ્ત્રીઓ કહે છે કે ટ્રમ્પના આ નિર્ણયથી સીધો લાભ ભારતને થવાનો છે.

ભારત તરફ અમેરિકન કંપનીઓનો પ્રવાહ

USએ H1B વિઝા ફીમાં ભારે વધારો થયા પછી અમેરિકન કંપનીઓ પોતાના ઓફશોર ઓપરેશન્સ માટે ભારત તરફ વળી રહી છે અને દેશમાં સ્થિત ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ (GCC)નો લાભ લઈ રહી છે. વિશ્વના અડધાથી વધુ GCC સેન્ટર્સનું હોસ્ટિંગ કરતું ભારત હવે AI અને દવા શોધ (ડ્રગ ડિસ્કવરી) જેવા હાઈ વેલ્યુ ટાસ્ક માટે હબ તરીકે વિકસી રહ્યું છે, એમ અહેવાલ કહે છે. આ મહિનાની શરૂઆતમાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા અને વિદેશી સ્કિલ્ડ કામદારો માટેના નવા H1B અરજીઓ પર 100,000 ડોલર (લગભગ 88 લાખ રૂપિયા) ફી ફટકારી છે. આ અગાઉની ફીથી લગભગ 70 ગણો વધારે છે, જે 1500–4000 ડોલર (2–4 લાખ રૂપિયા) વચ્ચે હતી.

ટ્રમ્પ પ્રશાસન તરફથી અમેરિકનોની નોકરી છીનવાઈ જવાની અને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ દર્શાવતા H1B વિઝા પર પ્રતિબંધ લગાવવા પર ભાર મુકાતાં ઈન્ડસ્ટ્રીમાં ઘણી અસમંજસતા સર્જાઈ છે. શરૂઆતમાં ઓર્ડરમાં સ્પષ્ટતા ન હોવાને કારણે મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને અમેરિકા ન છોડવા અને તરત પરત જવાની સલાહ આપી. જોકે બાદમાં સ્પષ્ટ થયું કે આ નિર્ણય ફક્ત નવી અરજીઓ પર લાગુ થશે.

 અમેરિકન કંપનીઓએ બદલી વ્યૂહરચના

વિશ્વનું પાંચમા સૌથી મોટા અર્થતંત્ર ભારત પાસે 1700 GCC છે, જે વૈશ્વિક સંખ્યાના અડધાથી વધુ છે. હવે તે ટેક સપોર્ટથી આગળ વધી લક્ઝરી કાર ડેશબોર્ડ ડિઝાઇનથી લઈને દવા શોધવા સુધીના ક્ષેત્રોમાં હાઈ વેલ્યુ ઈનોવેશનનું સેન્ટર બની ગયું છે.

 ભારત શિફ્ટ થવા તૈયાર કંપનીઓ

રોહન લોબોએ કહ્યું હતું કે અનેક અમેરિકન કંપનીઓ પહેલેથી જ પોતાના વર્કફોર્સની જરૂરિયાતોનું ફરી મૂલ્યાંકન કરી રહી છે અને ભારત તરફ શિફ્ટ થવાની યોજના બનાવી રહી છે, એમ અહેવાલ કહે છે.