વહુના ત્રાસથી કંટાળીને સાસુએ ભર્યું આ પગલું… વાંચો વધુ વિગતો

0
1566

અમદાવાદઃ પહેલાના સમયમાં એવું હતું કે સાસુ જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી વહુએ સંપૂર્ણ પણે અંકુશમાં અને સાસુના કહ્યામાં રહેવું પડે. આ પ્રકારની મર્યાદાઓ અને સંસ્કારો આપણા સામાજિક જીવનમાં હતા. તો આ સીવાય ઘણા એવા કિસ્સાઓ સામે આવતા કે સાસુ પોતાની પુત્રવધુને ત્રાસ આપતી હોય. પરંતુ અમદાવાદમાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં સાસુએ વહુના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં પુત્રવધુનાં ત્રાસથી સાસુએ આપઘાત કર્યાનાં સમાચાર સામે આવ્યા હતા. ઘરમાંથી કાઢી મુકવા અને વાંરવાર ઝગડાનાં ત્રાસથી કંટાળીને સાસુએ ફીનાઇલ પીને આપઘાત કર્યો હતો.

પુત્રવધુનાં ત્રાસથી આપઘાત કર્યાનો પુત્રવધુ પર આરોપ લગાવાયો હતો. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પુત્રવધૂની ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી છે.