તાલીબાનના ગોડફાધરની ક્રૂરતા પૂર્વક હત્યા, વાંચો વધુ વિગતો

ઈસ્લામાબાદઃ તાલિબાનના ગોડફાધર માનવામાં આવતા પ્રમુખ પાકિસ્તાની ધર્મ ગુરુ મૌલાના સમીઉલ હકની રાવલપિંડીમાં તેના જ ઘરમાં ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ જાણકારી તેના પરિવારે આપી છે. 82 વર્ષીય હક ખૈબર પખ્તૂનખ્વાના અકોરા ખટ્ટક શહેરમાં ઈસ્લામી મદરેસા દારુલ ઉલૂમ હક્કાનિયાના પ્રમુખ અને કટ્ટરપંથી રાજનૈતિક પાર્ટી જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-સામીના અધ્યક્ષ હતા.

આ વ્યક્તિની એ સમયે હત્યા કરી દેવામાં આવી કે જ્યારે તે પોતાના રુમમાં આરામ ફરમાવી રહ્યો હતો. હમીદુલે જણાવ્યું કે તેના પિતાના પર્સનલ સુરક્ષા કર્મચારીઓ જ્યારે બહાર ગયા હતા ત્યારે તેમની હત્યા કરી દેવામાં આવી. સમીઉલના દિકરાએ જણાવ્યું કે હું જ્યારે ઘરે આવ્યો તો મેં જોયું કે સમીઉલ લોહીલૂહાણ હાલતમાં પડ્યા છે. જેયૂઆઈ એસના પેશાવર અધ્યક્ષે પણ રાવલપિંડી હુમલામાં હકના મૃત્યુની પુષ્ટી કરી છે. શરુઆતમાં આ મામલે વિરોધાભાસી સમાચારો હતા કે હક્કની હત્યા કેવી રીતે થઈ.

કેટલાક પાકિસ્તાની મીડિયાએ એવું જણાવ્યું કે તે બંદૂક હુમલામાં માર્યા હયા છે જો કે બાદમાં હકના દિકરાએ સ્પષ્ટીકરણ આપ્યું કે તેમની હત્યા ચપ્પાના ઘા મારીને કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]