મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં-બાજરીના ભાવમાં વધારો, નારિયળના ભાવ ઘટ્યા

ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 10 મે, 2025ના રોજ વિવિધ પાકોની આવક નોંધાઈ, જેમાં ખેડૂતોને સારા ભાવ મળ્યા. ઘઉંની સિઝન શરૂ થતાં આજે 179 કટ્ટા ઘઉં ટુકડાનું વેચાણ થયું, જેના ભાવ પ્રતિ મણ 471 રૂપિયાથી 628 રૂપિયા સુધી રહ્યા. ગઈકાલની સરખામણીએ ઘઉંના ભાવમાં 14 રૂપિયાનો વધારો નોંધાયો. બાજરીની 826 કટ્ટાની આવક થઈ, જેના ભાવ 385 રૂપિયાથી 623 રૂપિયા સુધી રહ્યા.

સફેદ તલની આવક પણ નોંધપાત્ર હતી, જેના ભાવ 1280 રૂપિયાથી 2076 રૂપિયા સુધી રહ્યા, જેમાં 50 રૂપિયાનો વધારો જોવાયો. કાળા તલના 69 કટ્ટા વેચાયા, જેના ભાવ 1200 રૂપિયાથી 3528 રૂપિયા સુધી રહ્યા. ચણા નંબર-3ના 45 કટ્ટાનું વેચાણ થયું, જેના ભાવ 1094 રૂપિયાથી 1109 રૂપિયા સુધી રહ્યા. મગફળીની 173 ગુણી વેચાઈ, જેમાં મગફળી-32ના ભાવ 1025 રૂપિયા અને G-20ના ભાવ 949 રૂપિયાથી 990 રૂપિયા સુધી રહ્યા.

નારિયળના 2400 નંગનું વેચાણ થયું, જેના ભાવ 550 રૂપિયાથી 1710 રૂપિયા સુધી રહ્યા, પરંતુ ગઈકાલની સરખામણીએ 516 રૂપિયાનો ઘટાડો નોંધાયો. એરંડાના 40 કટ્ટા વેચાયા, જેના ભાવ 1060 રૂપિયા સુધી રહ્યા. જુવારના 37 કટ્ટાનું વેચાણ થયું, જેના ભાવ 361 રૂપિયાથી 634 રૂપિયા રહ્યા, જ્યારે તુવેરનું એક કટ્ટું 1310 રૂપિયાએ વેચાયું.