સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા રાજકોટથી સ્પેશિયલ વોલ્વો બસ, એસટી વિભાગનો મહત્વનો નિર્ણય

રાજકોટઃ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને સૌરાષ્ટ્રવાસીઓ પણ સરળતાથી જોવા માટે પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા એક સ્પેશિયલ વોલ્વો બસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી આ બસ દોડશે. દર શનિવાર અને રવિવારે આ બસ રાજકોટથી ઉપડશે.

ત્યારે અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની મુલાકાત લેવા માટે સૌરાષ્ટ્રવાસીઓને વાહન બદલી-બદલીને આવવાની જરુર નહી પડે. એસટી વિભાગ દ્વારા જે રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સીધી બસ મુકવામાં આવી છે તેનો લાભ લાખો લોકો લઈ શકશે.

આ સેવા આવતા અઠવાડિયાથી જ શરૂ કરવામાં આવશે. હાલ ગુજરાતના અન્ય વિસ્તારો તેમજ બીજા રાજ્યના લોકો પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોને પણ સગવડતા મળી રહે તે હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.