કોંગ્રેસના કરોડપતિ ઉમેદવારને હરાવી વિજય રૂપાણી જીત્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. મુખ્યત્વે જો વાત કરીએ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાની સીટ બચાવવામાં સફળ થયા છે. રાજકોટ વિધાનસભા બેઠક પરથી વિજય રૂપાણીએ કોંગ્રેસના ઉમેદવાર ઈંદ્રનિલ રાજ્યગુરૂને 53 હજાર કરતા પણ વધારે વોટોથી હાર આપી છે. પરિણામ આવવાના શરૂ થયાં ત્યારના શરૂઆતના સમયમાં વિજય રૂપાણી પાછળ રહ્યા હતા પરંતુ જેમ જેમ મતગણતરી આગળ વધતી તેમ તેમ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જીત પણ નિશ્ચિત થતી ગઈ અને આખરે વિજય રૂપાણીએ રાજકોટની પશ્ચિમ બેઠક પરથી જીત મેળવી છે.

તો આ તરફ ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતિન પટેલે જણાવ્યું કે પાર્ટી ગુજરાતમાં મોટાપાયે જીત નોંધાવવા જઈ રહી છે તો આ સિવાય ભાજપના નેતા શાહનવાઝ હુસેને જણાવ્યું કે ભાજપ ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. ગુજરાતની જનતાએ વિકાસના મુદ્દે અમારી પાર્ટીને વોટ આપ્યો છે.