વેેલેન્ટાઈન ડેઃ એકતરફ ઉજવણી અને બીજુબાજુ ઉગ્ર વિરોધ

અમદાવાદઃ આજે વેલેન્ટાઈન ડે નિમિત્તે કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે સીટીએમ ચાર રસ્તા પાસે ભરાતા કડીયા નાકાના મજુરોને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગુલાબનું પુષ્પ આપીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને આગેવાનો સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને શ્રમિક પરિવારોને ગુલાબનું પુષ્પ આપીને પ્રેમની અભિવ્યક્તિ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આજે વેલેન્ટાઈન ડે છે ત્યારે અનેક જગ્યાએ બાગ-બગીચાઓમાં પ્રેમી પંખીડાઓ આજે વેલેન્ટાઈન ડે ઉજવતા જોવા મળે છે. હકીકતમાં જોવા જઈએ તો વેલેન્ટાઈન દિવસ એ પશ્ચિમી દેશોમાં ઉજવાય છે. અને એટલા માટે ભારત દેશમાં તેને પશ્ચિમી સંસ્કૃતીના આ દિવસને વખોડવામાં પણ આવે છે.

ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બજરંગ દળ દ્વારા વેલેન્ટાઈન ડેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રેમની અભિવ્યક્તિનું પર્વ મનાતા વેલેન્ટાઈન ડે ના વિરોધમાં આજે બજરંગદળના કાર્યકર્તાઓ ઉતરી આવ્યા હતા. આજે વિરોધની શક્યતાઓના પગલે અમદાવાદમાં રિવરફ્રંટ સહિતના અનેક સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ત્યારે વેલેન્ટાઈન ડે ના વિરોધમાં બેનરો સાથે સુત્રોચ્ચાર કરી રહેલા બજરંગ દળના કાર્યકર્તાઓ ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ખાતે આવેલા રિવરફ્રન્ટ ગાર્ડન ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. જોકે પોલીસે વિરોધ વ્યક્ત કરતા 20 જેટલા લોકોની અટકાયત કરી છે. બજરંગદળના કાર્યકરોએ વેલેન્ટાઈન ડે ન ઉજવવા લોકોમાં પત્રિકા પણ વહેંચી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]