વડોદરા ગેંગરેપ મામલો: 36 કલાક બાદ પોલીસ આરોપીની ઓળખ કરવામાં નિષ્ફળ

વડોદરા: નવરાત્રિના પાવન પર્વ પર  વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બીજા નોરતે એટલે 4 ઓક્ટોબરે એક સગીરા તેના મિત્ર મળવા અવાવરુ જગ્યા પર ગઈ હતી, ત્યારે ત્રણ નરાધર્મોએ પિડીતાના મિત્રને બાથમાં લઈ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસ તપાસના ધમધમાટ શરૂ કરાયા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાયલી પાસેની અવાવરું જગ્યા પર મિત્ર સાથે બેઠેલી વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઇ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ મોબાઈલ રાત્રે 1:30 વાગ્યા સુધી ચાલુ હતો. જ્યારે ફોનના લોકેશનની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આ ફોનનું છેલ્લુ લોકેશન આટલાદરા વિસ્તાર હતું. જ્યારે દીકરી ઘરેના આવતા માતાએ તેના મોબાઈલ પર સતત ફોન કર્યા હતા. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. આખી વાત એમ છે કે, વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે ત્રણ લોકો સામે સામાન્ય બોલાચાલી બાદ ત્રણ માંથી એક યુવકે પીડિતાના મિત્રને બાથમાં ફરી જકડી રાખ્યો હતો. જે બાદ બાકી નરાધમોએ સગીરાના પોતાની હવસનો સિકાર બનાવ્યો હતો. આરોપીઓ સામુહિક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા.

તાલુકા પોલીસે બનાવની ગંભીરતા જોતા તરત તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો અને પીડિતાનું મેડિકલ ટેસ્ટ કરાવી ઘટના સ્થળે FSL સાથે તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ માટે આ કેસ ખુબ ચેલેન્જિંગ હોય જિલ્લા પોલીસે શહેર પોલીસની પણ મદદ લીધી હતી અને અલગ અલગ ટિમો બનાવી નરાધમોને ઝડપી પાડવા આસપાસના હજારો સીસીટીવી ફૂટેજ ખુંદી નાખ્યા પરંતુ પોલીસના હાથે કોઈ સુરાગ હાથ લાગ્યો ના હતો અને બનાવના 36 કલાક બાદ પણ પોલીસ નરાધમોની ઓળખ કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે.