માનવ બલિ બનતાં બચી ગઇ આ બે દીકરી, જાગૃત નાગરિકોની સતર્કતાએ બચાવી

સૂરતઃ મહારાષ્ટ્રથી અપહરણ કરીને લાવવામાં આવેલી બે બાળકીઓને મુક્ત કરાવવામાં જાગૃત નાગરિકોને લીધે પોલિસને સફળતા મળી છે. ગંભીર બાબત એ છે કે આ બંને બાળકીઓને બલિના ઇરાદે સૂરત લાવવામાં આવી હતી, જોકે બંને બાળકીઓને છોડાવીને પોલિસે એક વૃદ્ધની આ કેસમાં ધરપકડ કરી છે. કોસંબા પોલિસે કોથવા દરગાહ પાસેથી આરોપીને ઝડપી લીધો હતો.

સૂરતના કોઠવા ગામમાં લાવવામાં આવેલી આ બે બાળકીઓ ખૂબ રડતી હોવાથી તેમની પૂછપરછ કેટલાક લોકોએ કરી હતી.ત્યારે જાણવા મળ્યું કે બંને બાળકીઓ મહારાષ્ટ્રીયન છે અને તેમને ઉઠાવી લાવવામાં આવી હતી. ગામલોકોએ તરત પોલિસને જાણ કરી હતી જેને પગલે ધસી આવેલી પોલિસે બબન નામના એક વૃદ્ધ આપીની ધરપકડ કરી હતી. આ બબન પોલિસના ચોપડે પહેલેથી વોન્ટેડ આરોપી છે. તેની સામે તેના પોતાના જ બાળકની બલિ ચડાવવા મામલે ધરપકડ થઇ ચૂકેલી છે.

પોલિસે બંને બાળકીઓને મુક્ત કરીને મહારાષ્ટ્ર પોલિસને જાણ કરી છે. બંને બાળકીઓને મહારાષ્ટ્રના સાહદાથી ઉઠાવાઇ હતી. બંને બાળકીઓના પિતાએ પોલિસને જણાવ્યાં પ્રમાણે 21 તારીખે સવારે પાંચ વાગ્યે બંને બાળકી ઘેરથી ગુમ થઈ જેની જાણ પોલિસને કરવામાં આવી હતી. સ્થાનિક અખબારમાં સમાચાર પણ છપાયાં હતાં, અને સોશિઅલ મીડિયામાં બાળકીઓ ગુમ થયાની માહિતી આપવામાં આવી હતી. બાદમાં સૂરતથી કિમ કઠવા દરગાહથી ફોન આવ્યો હતો કે બે બાળકી મળી આવી છે. મેં બંનેની નામ સહિતની માહિતી આપી હતી. સૂરત આવીને તપાસ કરતા બંને બાળકીઓ તેમની જ હોવાનું માલૂમ પડ્યું હતું.