જમીનઃ ચમારડી ઉપવાસમાં બેઠેલાં વધુ એક માલધારીની તબિયત લથડી

ભાવનગર- જિલ્લાના વલભીપુર-ચમારડી ગામે ગૌચરની જમીન મુદ્દે ઘણા દિવસોથી વિવાદ ચાલી રહેલાં વિવાદમાં દિવસે દિવસે સ્થિતિ વણસતી જઇ રહી છે.  ગૌચર જમીન મામલે ધરણાં પર બેસેલા એક માલધારીની તબિયત લથડી છે. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ પહેલાં ગત સપ્તાહમાં એખ માલધારીનું મોચ નીપજ્યું હતું જેને લઇને વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યાં હતાં.

વલ્લભીપુરના ચમારડી ગામે ગૌચરની જમીન આપવા માટે સરકાર વિરૂદ્ધ છેલ્લાં ઘણા દિવસથી માલધારીઓ ઉપવાસ આંદોલન પર બેઠાં હતાં. ત્યારે આજે એક માલાધારીની તબિયત લથડી જતાં તેને ભાવનગરની સર ટી. હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે. સાત પરિવારના આ માલધારીઓ કલેક્ટર કચેરી પાસે ઉપવાસ પર બેઠા છે.