વડોદરા હાઇવે પર ટ્રેલર-બસ વચ્ચે અકસ્માતઃ છનાં મોત

વડોદરાઃ કપુરાઈ બ્રિજ નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ અને ટ્રેલરનો થયેલા ગમખ્વાર અકસ્માતમાં છ મુસાફરોના મોત થયાં છે. આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં બે પુરષ, ત્રણ મહિલા અને એક બાળકનું  મોત થયાં છે. આ બસ રાજસ્થાનના ભીલવાડથી મુંબઈ જઈ રહી હતી, ત્યારે ઓવરટેક કરવા જતાં સમયે બસ ટ્રેલર સાથે અથડાઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના કપુરાઈ બ્રિજ નેશનલ હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન ભીલવાડાથી બોમ્બે જતી લકઝરી બસ મુસાફરોથી ભરેલી હતી. ત્યારે આ બસનો ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરતા સમયે ઘઉં ભરેલા ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર મુસાફરોનાં સ્થળ પર મોત થયાં હતાં.  આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવારાર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ બે મુસાફરોનાં મોત થયાં છે. જેથી આ અકસ્માતમાં મોતનો આંકડો છએ પર પહોંચ્યો છે. 

આ અકસ્માત થયા બાદ ટ્રેલરચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. આ ટ્રેલરમાં ઘઉં ભરેલા હતા. અકસ્માત બાદ લક્ઝરી બસની સ્થિતિ એટલી ખરાબ હતી કે બસનાં પતરાં કાપીને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]