ટ્રાફિક પોલીસને દૈનિક માનદ વેતન વધારીને રૂ.300 કરાયું

ગાંધીનગર– ગુજરાતના ટ્રાફિક બ્રિગેડના જવાનોને 1 એપ્રિલ 2018થી 300 રૂપિયા દૈનિક માનદ વેતન આપવાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યની તિજોરી પર વાર્ષિક રુ.26.09 કરોડનો બોજ પડશે.નાયબ મુખ્યપ્રધાન અને નાણાંપ્રધાન નીતિનભાઈ પટેલે 2018-19ના બજેટમાં આ માનદ વેતન રોજના 200થી વધારી 300 કરવાની જોગવાઈ કરી હતી, તેને અનુમોદન આપતા મુખ્યપ્રધાને આ વધારો આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના ટ્રાફિક જવાનોને ચાલુ મહિનાની પહેલી એપ્રિલથી જ માનદ વેતન રુપિયા 300 મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]