કાર તળાવમાં ખાબકતાં ત્રણ શિક્ષકોનાં મોત

મહેસાણાઃ પાંચોટ તળાવમાં કાર ખાબકતાં ત્રણ શિક્ષકોનાં મોત થયાં છે.  આ મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ છે. આ શિક્ષકો મહેસાણાથી નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે પાંચોટ તળાવ પાસે કૂતરું વચ્ચે આવતાં કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો.

કકારચાલકે કૂતરાને બચાવવા જતાં કાર તળાવામાં ખાબકી હતી અને ત્રણ શિક્ષકોના કાર સાથે તળાવમાં ડૂબી જતાં કરુણ મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જેસીબીની મદદથી કાર તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ પછી ગામના લોકો દ્વારા કારમાંથી ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ત્રણેયની લાશને મહેસાણા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.