રાજ્યની બધી 33 જિલ્લા કોર્ટોની કામગીરીનું લાઇવ સ્ટ્રિમિંગ થશે

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ દ્વારા બુધવારે રાજ્યની 33 મુખ્ય જિલ્લા ન્યાયાધીશોની કોર્ટોની કાર્યવાહીના લાઇવ સ્ટ્રિમિંગનો પાઇલટ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહે વિડિયો કોન્ફરન્સના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાળાએ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયિક અધિકારીઓના પોર્ટલનો પણ શુભારંભ કર્યો હતો.

આ પ્રસંગે જસ્ટિસ શાહે કહ્યું હતું કે હવે પારદર્શિતાનો યુગ છે. બધા નાગરિકોને જાણવાનો અધિકાર છે કે કોર્ટોમાં શું ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે સમયની સાથે પરિવર્તન જરૂરી છે અને આ દોર પરિવર્તનનનો છે. આવામાં લાઇવ સ્ટ્રિમિંગના માધ્યમથથી પક્ષકારોને તેમના કેસોની માહિતી પ્રાપ્ત કરવાનો અધિકાર છે. તેમણે કહ્યું હતું કે દેશના મુખ્ય જસ્ટિસનું સપનું છે કે ન્યાયિક પ્રક્રિયા હવે વધુ પારદર્શક બને.

આ અવસરે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય જસ્ટિસ અરવિંદકુમારે કહ્યું હતું કે ગુજરાત હાઇ કોર્ટ સુપ્રીમ કોર્ટના સ્વપ્નિલ ત્રિપાઠીના નિર્ણય કામગીરીમાં અગ્રણી રહ્યો છે, જેણે ન્યાયિક પ્રણાલીમાં પારદર્શિતાના ઉપાયોનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. લાઇવ સ્ટ્રિમિંગ ના માત્ર પારદર્શિતાની દિશામાં એક પગલું છે. બલકે વિવિધ કોર્ટના પદાધિકારીઓ માટે વહીવટ પક્ષને પણ મદદ કરશે. મુખ્ય જસ્ટિસે કહ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટના યુટ્યુબ ચેનલમાં 1.18 લાખ સબસ્ક્રાઇબર છે. આ ચેનલ પર પ્રસારિત વિડિયોથી દર્શકોની સંખ્યા હવે 1.72 કરોડ પહોંચી ચૂકી છે.