ગુજરાત બોર્ડ : ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી થશે શરૂ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો.10 અને ધો.12ની પરીક્ષાની તારીખો અગાઉ જાહેર થઈ ગઈ છે અને હવે તેઓની પરીક્ષાને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજે શિક્ષણ વિભાગ દ્વારા આજે ધો.12 ની સાયન્સ પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 20 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.

બોર્ડની વેબસાઈટ ઉપરથી રિસીપ્ટ મેળવી શકાશે

આ અંગે મળતી વધુ માહિતી મુજબ, પ્રેક્ટિકલ પરીક્ષાની રિસીપ્ટ ઓનલાઈન મેળવવાની હોય છે. જેની વિગત સાથેની માહિતી ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે. જો કે આ રિસીપ્ટ વિદ્યાર્થીઓએ પોતાની શાળામાંથી જ મેળવી લેવાની રહે છે.

બોર્ડની પરીક્ષા 14મી માર્ચથી થશે શરૂ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ધો.10 અને ધો.12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આગામી 14 માર્ચથી આ બંને પરીક્ષાનો શરૂ થવાની છે. જે પૈકી ધો.10ની પરીક્ષા 28 માર્ચ, ધો.12 કોમર્સ અને આર્ટસની 29 માર્ચ તેમજ ધો.12 સાયન્સની પરીક્ષા 25 માર્ચ સુધી ચાલવાની છે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં કુલ 16 લાખ વિદ્યાર્થીઓ બેસવાના છે.

ધોરણ 10નું ટાઈમ ટેબલ

14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ

14 માર્ચ- નામના મૂળતત્વ
15 માર્ચ- તત્વ જ્ઞાન
16 માર્ચ- આંકડાશાસ્ત્ર
17 માર્ચ- અર્થશાસ્ત્ર
20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ- હિન્દી
27 માર્ચ- કોમ્પ્યુટર
28 માર્ચ- સંસ્કૃત
29 માર્ચ- સમાજ શાસ્ત્ર

12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ

14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
18 માર્ચ- જીવ વિજ્ઞાન
20 માર્ચ- ગણિત
23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
25 માર્ચ- કોમ્પ્યુટર