અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પ્રકોમ વધી રહ્યો છે. રાજ્યમાં મોટા જિલ્લામાં તાપમાન લગભગ 38-40 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે 25 માર્ચે એટલે કે આજે તાપમાનમાં વધવાની શક્યતા નહીંવત છે. પરંતુ તાપમાનનો પારે 2થી 3 ડિગ્રી ઘટી શકે છે.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે સોમવારે 24 માર્ચના રોજ સૌરાષ્ટ્ર—ચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો હતો. જ્યારે બાકી વિસ્તારના તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે હતું. હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ એક દિવસ બાદ 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આજે રાજ્યનું તાપમાન 21થી 39 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે બીજી તરફ મહારાષ્ટ્રમાં મુંબઈની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે. જેના પગલે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 29મી માર્ચ બાદ રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. જો આ સિસ્ટમમ મજબૂત બનશે તો સૌરાષ્ટ્ર- કચ્છ, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના સંકેત છે. 30મી માર્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં હવામાન બદલાશે.
31મી માર્ચ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલ અને ભરૂચ અને કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. જ્યારે પહેલી એપ્રિલે અમદાવાદ, આણંદ, ખેડા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી અને ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે.
