સિમ્બાલિયન સાઇકલિંગ કોમ્યુનિટીએ સાઇકલ સ્પર્ધા યોજી

અમદાવાદઃ કોરોના રોગચાળામાં લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. લોકો પણ હવે પહેલાં કરતાં આરોગ્ય માટે સજાગ બન્યા છે. જેથી હેલ્થની ફિકર કરતા લોકોમાં સાઇકલ ખૂબ ઝડપથી સ્ટેટસ સિમ્બોલ બની રહી છે. ખાસ કરીને યુવા વર્ગમાં ફિટ રહેવા માટે સાઇકલિંગનો ક્રેઝ વધ્યો છે.  

સિમ્બાલિયન સાયકલિંગ કોમ્યુનિટીએ 45 દિવસની સાઇકલિસ્ટની એક અનોખી સ્પર્ધા એ જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી રાખી છે. આ સ્પર્ધામાં એટલાન્ટિસ એલિવેટ SWCC 2022, આઠ  ટીમ અને 160 સાઇકલિસ્ટ છે, જેમણે ફિટ ઇન્ડિયાનો સંદેશ દ્વારા બધાને શારીરિક ક્ષમતા આપવાનો અનોખો પ્રયાસ શરૂ કર્યો છે.

વળી, આ સ્પર્ધામાં અંદાજિત ત્રણ લાખનાં ઇનામો રાખી સાઇક્લિસ્ટોને પ્રોત્સાહન આપી દેશમાં સાઇકલિંગ એક કસરતનું માધ્યમ છે એવો સંદેશો પાઠવ્યો છે, જેમાં પ્રથમ બે દિવસમાં જ 12,000 કિલોમીટરથી પણ વધુ સાઇકલિંગ થયું. સિમ્બાલિયન સાઇકલિંગ કોમ્યુનિટીના સ્થાપક આર્કિટેક્ટ જિજ્ઞેશ પટેલ જિગીએ વધુમાં જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટના ચેરપર્સન રમેશ જિડિયા અને વિજી દામોદરન એવો પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે, આપને પણ આવી સ્વાસ્થ્ય માટે સાઇકલિંગ કોમ્યુનિટીમાં જોડાવા નિમંત્રણ છે. જો તમારે જોડાવું હોય તો તમારે www.simbalian.org પર join usમાં વિગતો ભરવી, જે સંપૂર્ણ નિઃશુલ્ક છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]