અમદાવાદમાં છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતમાં બંધ પડેલી સી-પ્લેન સેવાના ફરીથી શરૂ થશે. નોંધનિય છે કે સી પ્લેનની સુવિધા ફરી શરૂ કરવા માટે વિદેશથી નવું સી-પ્લેન આવી પહોંચ્યું છે. સી પ્લેનના આગમનનો વીડિયો સામે આવ્યો છે, ટુરિસ્ટોને આકર્ષવા વિવિધ રૂટ પર સી-પ્લેન સેવા શરૂ કરવા કેન્દ્રના સિવિલ એવિયેશન વિભાગે પોલીસીમાં સુધારો કર્યો છે. જે અંતર્ગત સી-પ્લેન સેવાની પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાઇ છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 31 ઓક્ટોબર 2020ના રોજ સી પ્લેન સેવા શરૂ થઈ હતી. આપને જણાવી દઈએ કે આ સુવિધા 10 એપ્રિલ 2021ના રોજ બંધ કરવી પડી હતી જેની પાછળ રૂ. 7 કરોડ 77 લાખ 65 હજારનો ખર્ચ થયો હતો. અમદાવાદના પાલડી વિસ્તારમાં સીપ્લેન ટર્મિનલ બંધ હાલતમાં પાછલા 4 વર્ષથી એમ ધૂળ ખાઈ રહ્યુ હતું. જેમાં કેટલાક સુધારા વધારા કરી ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી બંધ પડેલ સી પ્લેન સર્વિસમાં પ્રાણ ફૂંકાશે. કેમ કે કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગે પીએમ મોદીના લક્ષ્યદીપ ટાપુની મુલાકાત બાદ 11 મહિના બાદ સી પ્લેન પ્રોજેકટ શરૂ કરવા તૈયારી દર્શાવી છે. જ્યાં અમદાવાદ સહિત ના 16 રૂટ પર સી પ્લેન ચલાવવાની તૈયારી કરાઈ રહી છે. જે અંતર્ગત ગુરુવારે નવું સી પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું. તો લક્ષદીપ ટાપુ પર સી પ્લેન સેવા શરૂ કરવાને લઈને સર્વે શરૂ કરાયો. જે કામ સ્પાઇજેટ એરલાઇન્સ ને સોંપવામાં આવ્યું છે.