ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ 8 મે 2025ના રોજ સવારે 8:00 વાગ્યે જાહેર થશે. આ જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે X પર પોસ્ટ કરીને કરી છે.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ GSEBની સત્તાવાર વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરીને જોઈ શકશે. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને પરિણામની તૈયારી માટે બોર્ડની કામગીરીની પ્રશંસા કરી. વિદ્યાર્થીઓ અને વાલીઓને સલાહ આપવામાં આવે છે કે, પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરે અને બિનસત્તાવાર સ્ત્રોતો પર આધાર ન રાખે.
