ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર ૧૮મી સપ્ટેમ્બરે યોજાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર 18 સપ્ટેમ્બર 2018ના રોજ શરુ થશે. ગુજરાત વિધાનસભાના સત્રની તારીખ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ આગામી તા.૧૮મી સપ્ટેમ્બર, ૨૦૧૮ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ગાંધીનગર સ્થિત વિધાનસભા ગૃહમાં ગુજરાત વિધાનસભાને સત્ર યોજાવાની જાહેરાત કરી હતી.

લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત સરકારનું વિધાનસભામાં પ્રદર્શન મહત્ત્વપૂર્ણ બની રહેનાર છે. વધુ આક્રમક બનેલી ગુજરાત કોંગ્રેસની યુવા ટીમ મગફળીકાંડ સહિતના વિવિધ મુદ્દે સરકારને ગૃહની અંદર ઘેરવા સજ્જ છે ત્યારે રુપાણીના નેતૃત્ત્વમાં વિધાનસભાનું આ સત્ર પ્રજામાં શો સંદેશ પાઠવશે તેના પર ચર્ચાઓ તેજ બની ગઈ છે.