રુપાણીએ અર્પી શબ્દાંજલિઃ અટલજી લોકહ્રદયના સિંહાસને બિરાજતાં લોકપ્રિય નેતા

ગાંધીનગર- પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના નિધન પર દુઃખની લાગણી પ્રગટ કરતાં સીએમ વિજય રુપાણીએ શબ્દાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે અટલજી સાચા અર્થમાં લોકહ્રદયના સિંહાસને બિરાજતા લોકપ્રિય નેતા હતાં અને અટલ બિહારીજીની સમર્પિતતા-વિશાળતા-રાષ્ટ્રભક્તિ સૌને પ્રેરણા આપતી રહેશે.

અટલજી આ યુગના સૌથી મોટા નેતા અટલજીની ચીરવિદાયથી આપણને સૌને કદી ન પૂરાય એવી ખોટ પડી છે. તેમણે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને હરેક વ્યક્તિએ પ્રેમ-આદર સન્માન આપ્યાં છે. અટલજીની વિશાળતા, દેશભક્તિ અને રાષ્ટ્ર માટેનો સમર્પિત ભાવ માત્ર કાર્યકર્તાઓને જ નહીં, સમગ્ર દેશના સૌ નાગરિકોને સદાકાળ પ્રેરણા આપતો રહેશે.સ્વ. અટલજીના આત્માની પરમશાંતિ માટે પ્રભુપ્રાર્થના સાથે આ દુઃખ સહન કરવાની તેમના સ્વજનોને ઇશ્વર શક્તિ આપે તેવી પણ અભ્યર્થના શોકાંજલિમાં વ્યક્ત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]