ગુજરાતઃ નવી સરકાર ગાંધીનગરમાં 26 ડિસેમ્બરે શપથ ગ્રહણ કરશે

ગાંધીનગર– ગુજરાત ભાજપ દ્વારા રાજ્યપાલ ઓ. પી. કોહલીને મળીને નવી સરકાર રચવાનો દાવો કર્યો છે, નવી સરકાર 26 ડિસેમ્બરે ગાંધીનગરમાં સચિવાલયના મેદાનમાં સવારે 11 વાગ્યે શપથવિધિ યોજાશે. આ શપથવિધિ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહેશે.ગુજરાતના નવા વરાયેલા ડેપ્યૂટી સીએમ નિતીન પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આર.સી. ફળદુ, પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા સહિતના અગ્રણી નેતાઓ શનિવારે સાંજે 5.30 વાગ્યે રાજભવન જઈને રાજ્યપાલ ઓ. પી. કોહલી સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો છે. નવા વરાયેલા સીએમ વિજય રૂપાણીની સરકારને 100 ધારાસભ્યોને ટેકો છે, તેનું સમર્થન પત્ર રજૂ કર્યું હતું. રાજ્યપાલે તેમને સરકાર આમંત્રણ આપ્યું હતું.

વિજય રૂપાણી અને નિતીન પટેલની રાહબરી હેઠળ નવી સરકારની શપથવિધિ 26 ડિસેમ્બરે  સવારે 11 વાગ્યે ગાંધીનગરના સચિવાલય મેદાનમાં યોજાશે. આ સમારોહમાં પીએમ મોદી અને અમિત શાહ સહિત 18 રાજ્યોના સીએમ, ડેપ્યુટી સીએમ, ઉપસ્થિત રહેશે. તેમજ 4000થી વધુ સંતો, વીવીઆઈપી, ઉદ્યોગપતિઓ શપથવિધિમાં હાજર રહેશે. ગાંધીનગરમાં સચિવાલયના મેદાનમાં શપથવિધિ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.