“ધ મિલ્ખા”જુનિયર ગોલ્ફ ચેલેન્જનું આયોજન, જીવ મિલ્ખાસિંઘ રહ્યાં હાજર

અમદાવાદઃ કેન્સવિલેમાં વીકેન્ડ દરમિયાન તાજેતરના સમયની સૌથી રોમાંચક પૈકીની એક ગોલ્ફ ટુર્નામેન્ટ “ધ મિલ્ખા”જુનિયર ગોલ્ફ ચેલેન્જનું આયોજન થયું છે. લીજેન્ડરી ગોલ્ફ ખેલાડી જીવ મિલ્ખા સિંઘની ઉપસ્થિતિમાં જુનિયર ગોલ્ફર્સ પોતાની ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી પ્રતિષ્ઠિત ટ્રોફી જીતવા કૌશલ્ય દાખવશે.

આ ગોલ્ફ ટુર્નામેન્ટ માટે અમદાવાદ આવેલા જીવ મિલ્ખા સિંઘે જણાવ્યું હતું કે મારા સિગ્નેચર ગોલ્ફ કોર્સમાં આવીને હું અત્યંત રોમાંચની લાગણી અનુભવી રહ્યો છું. આ રમતે મને ઘણું બધું શિખવ્યું છે અને તે આ ટુર્નામેન્ટના માધ્યમથી પરત કરી વધુને વધુ યુવાનોને ગોલ્ફની રમત સાથે જોડાવા પ્રેરાય તેમ ઈચ્છું છું. તેનો હેતુ બાળકોને નાનપણથી જ આ રમત સાથે સાંકળી તેમને તાલીમ આપી ભારતીય ગોલ્ફનું ભાવિ વધુ સમૃદ્ધ બનાવવાનો છે. ટુર્નામેન્ટના માધ્યમથી આપણે બાળકોને એકબીજા સાથે સ્પર્ધાના જુસ્સાથી રમવાની તક પૂરી પાડીએ છીએ. ચંદીગઢમાં રમાનારી ફાઈનલમાં આશરે 150થી વધુ યુવા ગોલ્ફર્સ ભાગ લેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]