રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે, જાણો હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં બે દિવસના વરસાદી વિરામ બાદ હવામાન વિભાગે વરસાદના નવા રાઉન્ડની આગાહી વ્યક્ત કરી છે. નિષ્ણાંતો પ્રમાણે આગામી 6 દિવસ માટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના મુશળધાર વરસાદ ખાબક્યો હતો. નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાછલા 35 દિવસમાં નવસારીમાં ત્રીજી વખત પૂરની પરિસ્થિતિ ઉદ્દભવિ છે.

 ગુજરાતનામાં વરસાદની આગાહી પ્રમાણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલન આગાહી વ્યક્ત કરી છે. આગાહી પ્રમાણે ગુજરાતમાં બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે. તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં બનવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે છઠ્ઠી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંબાવના છે.

ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આજે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ચોથી સપ્ટેમ્બરના ભરૂચ, સુરતમાં રેડ   એલર્ટ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ, તો પાંચમી સપ્ટેમ્બર  બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.