સરકાર વિરોધી આંદોલન રોકવામાં પ્રધાનોની સમિતિ નિષ્ફળ રહી

ગાંધીનગરઃ ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપની સરકારે પાંચ પ્રધાનોની એક ટીમની રચના કરી હતી. આ ટીમનું કામ રાજ્યમાં વિરોધ-પ્રદર્શન અને આંદોલનને અટકાવવા માટે લોકોના મુદ્દાઓની જાણકારી લેવાની હતી. જોકે વિરોધ ભડકાવનારા મુદ્દાઓને ઉકેલવામાં આ ટીમ અસફળ રહી હતી. આ સમિતિમાં રાજ્યના શિક્ષણપ્રધાન જિતુ વાઘાણી, આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, નાણાપ્રધાન કનુબાઈ દેસાઈ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને રોજગાર રાજ્યપ્રધાન બૃજેશ મેરજા સામેલ હતા.

અમદાવાદમાં હાલ કમસે કમ 17 વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. જેથી ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર દબાણ વધી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં બધાં આંદોલનોને પૂરાં કરવાની સમયમર્યાદા સપ્ટેમ્બર સુધી આપી હતી.

હાલમાં વિવિધ મુદ્દે વિરોધ કરવાવાળાઓમાં શિક્ષકો, ક્લાસ-4ના સરકારી કર્મચરી, આરોગ્ય કાર્યકર્તાઓ, ખેડૂતો, લોક રક્ષક દળ (LRD) ભરતીના ઉમેદવાર, ડ્યુટી પર માર્યા ગયેલા સરકારી કર્મચારીઓના પરિવારજનો, વન રક્ષક, મધ્યાહમ ભોજન કર્મચારીઓ, સચિવાલય લિપિક કર્મચારીઓ અને ગ્રામ કોમ્પ્યુટર કર્મચારીઓ છે. જૂની પેન્શન યોજના (OPS)ને લાગુ કરવાની માગને લઈને સેંકડો અને ભૂતપૂર્વ અને હાલ રાજ્ય સરકારના કર્મચારી રાજ્યમાં પેન-ડાઉન વિરોધમાં સામેલ થયા છે. તેમણે 27 સપ્ટેમ્બરથી અનિશ્ચિત હડતાળની ઘોષણા કરી છે.

સરકારે પહેલાં 2005થી પહેલાં સર્વિસમાં સામેલ થનારા કર્મચારીઓને OPS પર સહમતી વ્યક્ત કરી હતી, પણ પ્રસ્તાવને નેશનલ ઓલ્ડ પેન્શન રેસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટે ફગાવી દીધો હતો.

જોકે કેટલોક વિરોધ પરત લેવામાં આવ્યો છે. એસટી કર્મચારીઓના આંદોલનનો સુખદ અંત આવ્યો છે, જેયારે ભૂતપૂર્વ સૈનિકોને આશ્વાસન આપવામાં આવતાં આંદોલન પરત ખેંચ્યું હતું.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]