નર્મદા નદીમાં પાણી વહેશે, ખારાશ ખાળવા ડેમમાંથી પાણી છોડવા નિર્ણય

નર્મદાઃ નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમનું 1500 ક્યુસેક પાણી છોડવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાણી ડેમના ગોડબોલે ગેટમાંથી છોડવામાં આવશે. ત્યાર બાદ ભરતી સમયે પણ પાણી છોડવામાં આવશે.

મહત્વનું છે કે નર્મદા નદીનું પાણી ઓછું હોવાના કારણે ભરૂચની અંદર ખારાશનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું હતુ. અત્યારે કરજણ ડેમમાંથી પણ 6૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ  તાજેતરમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની મુલાકાત કરી હતી. ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નર્મદા નદીને જીવંત રાખવા માટે ગોડબોલે ગેટમાંથી 1500 ક્યુસેક પાણી છોડવામાં આવશે.

રાજ્ય સરકારના આ નિર્ણય અંતર્ગત આજથી પાણી છોડવામાં આવશે. ત્યારે નર્મદાન નદીમાં પાણી છોડવાથી ભરુચ, નર્મદા, વડોદરા અને નર્મદા કાંઠા વિસ્તારની જે પાણીની સમસ્યાઓ છે તેનો ચોક્કસપણે ઉકેલ આવશે.