શાંતિ રાખો, HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં ફરી વધારો કરાયો છે…

અમદાવાદઃ HSRP લગાવવાની મુદતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. હવે 31મી ઓગસ્ટ, 2019 સુધીમાં વાહનોમાં HSRP લગાવવી ફરજિયાત છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલી જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજિયાત છે.

આરટીઓ દ્વારા વાહનોમાં હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ મુદ્દત વધારીને 31મી ઓગસ્ટ, 2019 સુધીની કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલી જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજિયાત છે.

આ પહેલાં પણ સરકાર 7 વખત મુદ્દત આપી ચુકી છે. હવે સરકાર આઠમી વખત સમયમાં વધારો કરવા માગતી હોય તેવું લાગી રહ્યું નથી. તો બીજી તરફ અમદાવાદમાં હજુ પણ લાખો વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી છે. અને એવી પણ ફરિયાદો ઉઠી રહી છે કે, નંબર પ્લેટ ફિટ કરાવવા માટે સેન્ટરો ઓછા હોવાથી આ કામગીરી ધીમી ગતીએ ચાલી રહી છે.

રાજ્યમાં 16 નવેમ્બર, 2012થી હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવાની કામગીરી આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. ખાતે શરૂ કરવામાં આવી છે. રાજ્યના જૂના વાહનોમાં હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની આખરી તા.31/05/2019 જાહેર કરવામાં આવી હતી. જોકે, હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટે જનતાનો આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. ખાતે વધુ પડતા ઘસારાને અનુસંધાને તેમજ જનતાની વધુ સગવડતાને ધ્યાને રાખી હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની તારીખ 31 ઓગસ્ટ 2019 સુધી લંબાવવામાં આવી છે.