કોરોના રોગચાળોઃ સોમનાથ મંદિર અનિશ્ચિત સમય માટે બંધ

વેરાવળઃ ગુજરાતભરમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો વધતાં અત્રેના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને સાવચેતીના પગલાં તરીકે આજથી અનિશ્ચિત સમય માટે દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ સોશિયલ મિડિયાના માધ્યમથી મંદિરમાં થનાર આરતી જોઈ શકે છે. સોમનાથ મંદિર ટ્રસ્‍ટની વેબસાઇટ સોમનાથ મંદિર પરથી લાઈવ પ્રસારણ મારફત દર્શન કરી શકાશે. ટ્રસ્ટ દ્વારા નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી સોમનાથ મંદિર ઉપરાંત ટ્રસ્ટના સંચાલન હેઠળના અન્ય મંદિરોને પણ દર્શનાર્થીઓ માટે અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં આવ્યા છે. આ જાણકારી શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આપી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગઈ કાલે કોરોનાવાઈરસના 5,000 નવા કેસ નોંધાયા હતા. આ પહેલી જ વાર રાજ્યમાં એક જ દિવસમાં આ રોગના દર્દીઓનો આટલો મોટો આંકડો નોંધાયો છે.