સંસદમાં વિપક્ષ નેતા તરીકે પહેલી વખત આપેલા ભાષણમાં વિવાદીત ટીપ્પાણી કરતા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભાજપ કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદાના પાલડીમાં સ્થિત કોંગ્રેસના કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો સાથે થયેલા પથ્થરમારાની ઘટનાને લઇને આજે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પત્રકાર પરિષદમાં તેમણે ભાજપ સહિત અમદવાદ પોલીસ પર આકરા પ્રહાર કર્યા હતા.
શક્તિસિંહ ગોહીલે કહ્યું હતું ભાજપે કોંગ્રેસ કાર્યાલાય સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. અમારા હોર્ડિંગ્સ. કાર્યાલય પર હાજર ચોકીદારની ગર્ભવતી દિકરી પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કરવાના મેસેજ વાયરલ કર્યા હતા. આ અંગે ફોન કરીને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી કે આ લોક 4 વાગે ફરી કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવાના છે. પોલીસે કોંગ્રેસ કાર્યકરોની નામ જોગ ફરીયાદ નોંધી હતી. પરંતું ભાજપના કોઈ પણ કાર્યકરોની નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. પોલીસે પર હુમલાની ફરિયાદમાં પણ ભાજપના કાર્યકરોના નામ ઉમેરવામાં આવ્ય ન હતા.
પત્રકાર પરિષદમાં પોલીસે રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસની ફરિયાદ નહી નોંઘ્યાનો આક્ષેપ કરાયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ મામલે નોંધાયેલ બે ફરિયાદ પૈકી એક ફરિયાદ પાલડી પોલીસ કોન્સટેબલની છે. જેમાં ઉમેરવામાં આવ્યું છે વિરોધ પ્રદર્શન સમયે વિરોધ પક્ષના નેતા સહિત 200 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કાર્યકરોને ઉશ્કેર્યા હતા. જે બાદ કોંગ્રેસ દ્વારા શરૂ કરેલ પથ્થરમારાનો જવાબ ભાજપ કાર્યકરો દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં એમ ડીવીઝન એસીપી એ બી વાણંદ સહિત પાંચથી વઘુ પોલીસ કર્મચારીઓને ઇજાઓ થઇ હતી. આ કેસમાં પોલીસે ફરિયાદમાં કોંગ્રેસના નેતાઓના નામ નોંઘ્યા છે.
પરંતુ, ભાજપના કોઇપણ નેતાના નામ નોંઘ્યા નથી. જ્યારે બીજી ફરિયાદ ભારતીય યુવા મોરચાના શહેર પ્રમુખ વિનય દેસાઇએ કોંગ્રેસના કાર્યકરો વિરૂદ્વ નોંધાવી છે. જેમાં ભાજપના કાર્યકરો શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે વિરોધપક્ષના નેતા શહેઝાદ પઠાણ, પ્રગતિ આહીર, જીનલ શાહ સહિત 26 કાર્યકરોના નામ જોગ તેમજ 200 લોકોના ટોળાએ તેમના પર પથ્થરમારો અને કાચની બોટલો ફેંકી હોવાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદમાં તિક્ષણ હથિયારથી હુમલા કરવા માટે કોંગ્રેસના કાર્યકરોનું ટોળુ આવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.