ચાંગા: ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન DEPSTARના વિદ્યાર્થી કેડેટ ડેનિશ ભીમાણી અને CMPICAના વિદ્યાર્થી કેડેટ આનંદ રાજપૂતની નવી દિલ્હીમાં 10થી 19 ડિસેમ્બર દરમિયાન આયોજિત સ્પેશિયલ નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ (SNIC)માટે પસંદગી કરવામાં આવી છે. આ SNICની થીમ “સંસ્કૃતિઓ કા મહાસંગ્રામ” છે, જે “વિવિધતામાં એકતા”ને પ્રેરિત કરતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે.
રાષ્ટ્રીય એકતા શિબિરો (NIC) વિશેષ રાષ્ટ્રીય એકતા શિબિર (SNIC)નું આયોજન કેડેટ્સને એકતાનું નિર્માણ કરતી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સમજવા અને મૂલ્યવાન બનાવવા માટે કરવામાં આવે છે. આ શિબિરો દેશ અનેક જગ્યાએ યોજવામાં આવે છે, જે ભારતનાં વિવિધ રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક અંતરને દૂર કરવામાં મદદ કરે છે. દર વર્ષે 37 રાષ્ટ્રીય એકતા શિબિરો યોજાય છે.
INC (ઇન્ટર ગ્રુપ કોમ્પિટિશન) માટે કુલ 280 કેડેટ્સ શોર્ટલિસ્ટ થયા છે. આ કેડેટ્સ રાજ્યનાં પાંચ અલગ-અલગ ગ્રુપમાંથી પસંદ કરાયેલા કેડેટ્સ છે.
આ શિબિરમાં ગુજરાત ડિરેક્ટોરેટના પસંદગીના કેડેટ્સ “દાંડિયા” કરશે. તમામ કેડેટ્સે અમદાવાદ ગ્રુપમાં ઘણા દિવસો પ્રેક્ટિસ કરી હતી. NIC માટે 10 SD (છોકરાઓ) અને 10 SWs (છોકરીઓ) પસંદ કરવામાં આવ્યા છે. આ કાર્યક્ર્મમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાત ડિરેક્ટોરેટમાંથી પસંદ થયેલા 8 લોકોની ટીમમાં NCCના બે કેડેટ્સની પસંદગી થઈ છે.
ચારુસેટ પરિવારે DEPSTAR અને CMPICAના કેડેટ ડેનિશ ભીમાણી અને કેડેટ આનંદ રાજપૂતની આ મહાન સિદ્ધિ બદલ ચારુસેટ NCC યુનિટના CTO, ક્માન્ડિંગ ઓફિસર, 2 CTC NCC યુનિટ, વલ્લભ વિદ્યાનગર અને વિભાગને તેમની સખત મહેનત માટે અભિનંદન પાઠવ્યાં છે.