વિધાનસભા માટેનું મતદાન પૂર્ણ, 69.99 ટકા મતદાન

અમદાવાદ-ગુજરાતની આગામી વિધાનસભા બનાવવા માટે 14 ડીસેમ્બરે બીજા તબક્કામાં ગુજરાતની જનતા ચૂંટણીપ્રક્રિયા શરુ થઇ ગઇ છે અને આઠ વાગ્યા પહેલાં જ ઘણે સ્થળે જનતા લાઇનમાં લાગી જઇ મતદાનપ્રક્રિયામાં ભાગ લીધો હતો. સાંજના અંદાજિત આંકડા પ્રમાણે 67થી 70 ટકા જેટલું મતદાન થયું હોવાના અહેવાલ છે.બીજા તબક્કાના મતદાનનું લાઇવ અપડેટ

ચૂંટણીપંચે લેટેસ્ટ સત્તાવાર આપેલાં આંકડા મુજબ કુલ મતદાન 69.99 ટકા

મતદાનમથકની અંદર આવી ટોકન લઇ ચૂકેલા મતદારો રાતના 10 કલાક સુધી મતદાન કરી શકશે.

સૌથી વધુ 77 ટકા સાબરકાંઠામાં અને સૌથી ઓછું 60 ટકા મતદાન દાહોદ જિલ્લામાં નોંધાયું

બરાબર સાંજના પાંચ કલાકે મતદાન પૂર્ણ, 68.70 ટકા મતદાનઃ ચૂંટણીપંચ

ચાર વાગ્યા સુધીમાં સરેરાશ 62.37 ટકા મતદાન નોંધાયુંઃ ચૂંટણીપંચ

દાહોદ જિલ્લામાં 4 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 53.85 ટકા મતદાન

ખેડા જિલ્લામાં 4 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 63.07 ટકા મતદાન

જમાલપુર કાચની મસ્જિદ પાસે બે જૂથ વચ્ચે બબાલ, મોટો કાફલો લઇને પોલિસ દોડી આવી

બાયડ નપા મહિલા કોર્પોરેટર શાહીનબાનુનું નામ મતદારયાદીમાં નથી

આણંદના ચોક્સી બજારમાં કાર અને બાઇકમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ કર્યું તોફાન, કારણ જાણવા મળ્યું નથી

બે વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 47.40 ટકા મતદાન

પાલનપુરના સદરપુરમાં બે જૂથ વત્તે પથ્થરમારો, પોલિસ ઘટનાસ્થળે પહોંચી

એક નકલી ચૂંટણી ઓફિસર અને એક બોગસ મતદાન કરતી વ્યક્તિઓને ઝડપી પાલનપુરના લોકોએ મેથીપાક ચખાડ્યો

આણંદ જિલ્લામાં બે વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 48.01 ટકા મતદાન

બનાસકાંઠામાં 2 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 49.77 ટકા મતદાન

બપોરના દોઢ વાગ્યા સુધીમાં 43.3 ટકા મતદાન થયાંનો અંદાજ

સાબરકાંઠા જિલ્લામાં બપોરના બે વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 56.38 ટકા મતદાન

ખેડા જિલ્લામાં બપોરના બે વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 46.45 ટકા મતદાન

પાટણ જિલ્લામાં 2 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 46.65 ટકા મતદાન

અમદાવાદમાં બપોરે ઠંડી ઓછી થતાં સીનીયર સીટીઝનો મતદાન કરવા નીકળ્યા12 વાગ્યા સુધીમાં સરેરાશ 29 ટકા મતદાન

અમદાવાદના શાહપુરના ભરડીયાવાસમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ મતદાન કર્યું અમદાવાદના ઘાટલોડિયા અને મહેસાણામાં એમ બે જગ્યાએ બૂથ પર બ્લૂટૂથની ફરિયાદ અમને મળી છે, સ્થળતપાસ માટે ઓબ્ઝર્વર મોકલી અપાયાં છેઃ બી બી સ્વૈન

પહેલા તબક્કાની ચૂંટણી કરતાં આજે ઈવીએમ બદલવાના કિસ્સામાં 50 ટકા ઘટાડો થયો છે, અમારું લક્ષ્ય રહ્યું છે કે ખામીયુક્ત ઈવીએમ ઝડપથી બદલી નાખવામાં આવેઃ બી બી સ્વૈન

બીજા તબક્કાની ચૂંટણી માટે કુલ વીવીપેટના 1.63 ટકા વીવીપેટ મોક મોલ બાદ બદલવામાં આવ્યાં, 0.88 બેલેટ યુનિટ અને 0.86 ટકા કંટ્રોલ યુનિટ પણ બદલાયાઃ ચૂંટણી અધિકારી સ્વૈન

પીએમ મોદી મતદાન કરી મથક બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું

વડાપ્રધાન મોદી રાણીપ નિશાન સ્કૂલ મતદાનમથકે લાઇનમાં ઊભાં રહ્યાં

અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં પીએમ મોદી, રાણીપ આવવા નીકળ્યાઅમદાવાદ જિલ્લાનું 10 વાગ્યા સુધીમાં 9.6 ટકા સરેરાશ મતદાન

મોટાભાગના વીઆઈપી મતદારોએ સવારમાં જ મતદાન કરી લેવાનું પસંદ કર્યું

છોટાઉદેપુરના સંખેડાના સોઢાલિયા ગામના મતદાનકેન્દ્રનું ઈવીએમ ખોટકાતાં 50 મિનિટ મતદાન બંધ રહ્યું, મશીન રીપેર થતાં ફરી મતદાન શરુ થયું

અરુણ જેટલીએ વેજલપુરમાં મતદાન કર્યું

ધોળકાના વાલખેડમાં ઈવીએમ બંધ, ચૂંટણી અધિકારીઓ પહોંચ્યાં

અમદાવાદના એલીસબ્રિજ મતવિસ્તારમાં મતદાનનો સેલ્ફી ઝોન આકર્ષણનું કેન્દ્ર બન્યું

શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર પાસે આવેલા વાસણ ગામે મતદાન કર્યું

પ્રથમ એક કલાકમાં 9 વાગ્યા સુધીમાં 7 ટકા મતદાનનો અંદાજ આવ્યો

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારણપુરામાં, કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલે મતદાન કર્યું

અરવલ્લી જિલ્લામાં સાત સ્થળે ઈવીએમ ખોટકાયાની ફરિયાદ

ધાનેરાના જાતભાડલીમાં ઈવીએમ મશીનમાં ગરબડની કોંગ્રેસ ઉમેદવારની ફરિયાદ, ચૂંટણીપંચના અધિકારીઓ તપાસ માટે રવાના થયાં

-પૂર્વ સીએમ આનંદીબહેન પટેલે અમદાવાદના શીલજના મતદાનકેન્દ્રમાં મતદાન કર્યું, ફરી ભાજપ સરકાર બનવાની આશા વ્યક્ત કરી

-ગુજરાતનું ભલું કરે તેવા આશીર્વાદ સાથે પીએમ મોદીના માતા હીરાબાએ ગાંધીનગરમાં મતદાન કર્યું

-મુખ્ય ચૂંટણી અધિકારી બી બી સ્વૈને અમદાવાદના નવરંગપુરામાં મતદાન કર્યું

-પાંચ કેન્દ્ર પર ઇવીએમ ખોટકાવાની ફરિયાદ, મશીન રીપેર કરવા ચૂંટણીપંચના ઇજનેરો કામે લાગ્યાં

વિરમગામથી અલ્પેશ ઠાકોરે મતદાન કર્યુંકુલ 93 બેઠક માટે 851 ઉમેદવાર મેદાને જંગમાં છે. આ તબક્કાની ચૂંટણીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારો આવરી લેવાયા છે. બંને તબક્કાની મતદાનપ્રક્રિયા બાદ મતગણતરી 18મીએ કરાશે અને રાજ્ય ચૂંટણી પ્રક્રિયા 20 ડીસેમ્બરે પૂર્ણ જાહેર કરાશે. તે જ દિવસે હિમાચલ પ્રદેશની મતગણતરી પણ યોજાશે.આ ચૂંટણીમાં અમદાવાદની 21, બનાસકાંઠાની 9, સાબરકાંઠા- પાટણની 4-4,  દાહોદ, ખેડાની 6-6,  આણંદ-મહેસાણાની 7-7, મહીસાગર, અરવલ્લીની 3-3 પંચમહાલ- ગાંધીનગરની 5-5, વડોદરાની 10 અને છોટાઉદેપુરની 3 બેઠકોનો સમાવેશ થાય છે.

ચૂંટણીપંચે ઈવીએમ અને નેટ કનેક્ટિવિટીના પ્રશ્નો ઊભા ન થાય તે માટે બુધવારે જ 1,25,271 ચૂંટણી કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટ સાથે પહોંચી જવા જણાવી દીધું હતું. બુધવારે સાંજે  14,523 સ્થળ પર જીઓમેપિંગથી  25,575 મતદાનમથકોના લોકેશન આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.આ તબક્કાના હાઇપ્રોફાઇલ મતદારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણાંપ્રધાન અરુણ જેટલી, લાલકૃષ્ણ આડવાણી, સ્મૃતિ ઇરાની, અમિત શાહ વગેરે છે. પીએમ મોદી રાણીપની નિશાન હાઇસ્કૂલમાં, અમિત શાહ નારણપુરા સબઝોનલ ઓફિસ પાસેનું કેન્દ્ર, અરુણ જેટલી વેજલપુર અને અડવાણી ખાનપુરમાં જેપી ચોક પાછળની શાળામાંથી મતદાન કરશે. પીએમ મોદીનો મુંબઇમાં કાર્યક્રમ છે, તે પૂર્ણ કરી અમદાવાદ આવે તેવી શક્યતા છે.

વિશેષમાં આજે પહેલા તબક્કાની ચૂંટણી દરમિયાન ટેકનિકલ ખામી અને કર્મચારીઓએ કરેલી ભૂલોના કારણે ચાર વિધાનસભા બેઠક પરના છ મતદાનમથક પર પણ ફેરમતદાન કરાવવામાં આવી રહ્યું છે. જેમાં જામનગર જિલ્લાના ૮૦-જામજોધપુર વિધાનસભા મતવિસ્તરના ઘુનડા તથા મનપર, ગીર સોમનાથ જિલ્લાના ૯૩-ઊના વિધાનસભા મતવિસ્તરના બંધરડા તથા ગાંગડા-૩, તાપી જિલ્લાના ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારના ચોરવડ-૨,વલસાડ જિલ્લાના ૧૮૨-ઉમરગામ વિધાનસભા મતવિસ્તારના ચાણોદના ચાણોદ કોલોની – એમ ૪ જિલ્લાના ૬ મતદાન મથકોએ ૧૪એ  પુન:મતદાનના આદેશો અપાયાં છે.

ચૂંટણીપંચે સમગ્ર રાજ્યમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અસામાજિક તત્વોને ઝબ્બે કરવા સખત કાર્યવાહી કરી હતી. જેમાં  25મી ઓક્ટોબરથી 12 ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં કુલ રુપિયા. 30.6 લાખનો દેશી દારુ અને રૂ. 23.50 કરોડના ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરી છે. 29.16 કરોડ કીમતની વાહનો જેવી વસ્તુઓ પણ જપ્ત કરી છે. સાથે 26,913 લોકો ધરપકડની કરી છે.

અહેવાલ- પારુલ રાવલ