સી પ્લેન સર્વિસ 27-ડિસેમ્બરથી ફરી શરૂ થશે

અમદાવાદઃ એરલાઇન્સની અગ્રણી કંપની સ્પાઇસજેટે કહ્યું હતું કે સી પ્લેનની સેવા ફરીથી 27 ડિસેમ્બરથી શરૂ થશે, એને કામચલાઉ રીતે એરક્રાફ્ટની જાળવણી માટે સ્થગિત કરવામાં આવી હતી. ઓક્ટોબરમાં એરસાઇન્સ કંપનીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી.

આ ફ્લાઇટની સર્વિસ સ્પાઇસ જેટની સંપૂર્ણ માલિકીની સ્પાઇસ શટલ દ્વારા સંચાલિત હતી અને આ ઉડાનો માટે 15 સીટર ટ્વિન ઓટર 300 વિમાન તહેનાત કરવામાં આવ્યા હતા.

સ્પાઇસજેટની સંપૂર્ણ માલિકીની કંપની સ્પાઇસ શટલ આ સી પ્લેન અમદાવાદથી સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વચ્ચે 27 ડિસેમ્બરથી શરૂ કરશે. યાત્રીઓ માટે સી પ્લેનન સર્વિસની બુકિંગ 20 ડિસેમ્બર, 2020એ ખૂલશે. વડા પ્રધાન મોદીએ 31 ઓક્ટોબરે આ સી-પ્લેન સેવાનું કેવડિયાથી ઉદઘાટન કર્યુ હતું.