અમદાવાદઃ દિવાળીના તહેવારની રજાઓમાં શહેરના ‘સાયન્સ સિટી’ ખાતે મુલાકાતીઓનો ભારે ધસારો રહ્યો હતો. ભાઈબીજના દિવસે ૧૦ હજારથી વધુ મુલાકાતીઓએ સાયન્સ સિટી ની મુલાકાત લીધી હતી.
લોકો મુલાકાત લઈ શકે એ વાતને ધ્યાનમાં લઇને સાયન્સ સિટીને સોમવાર, ૮ નવેમ્બર-૨૦૨૧ના રોજ મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો ગુજરાત સાયન્સ સિટી મેનેજમેન્ટે નિર્ણય લીધો છે.
