સવજીભાઈએ આ વર્ષે પણ સુધારી કર્મચારીઓની દીવાળી, આપી આ ભેટો..

સૂરતઃ સૂરતના ડાયમંડ કિંગ અને દરિયાદિલી માટે જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ આ વર્ષે ફરી એકવાર પોતાના કર્મચારીઓની દીવાળી સુધારી દીધી છે. પોતાના કર્મચારીઓ પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ અને પોતીકાંપણાની લાગણી ધરાવતાં સવજીભાઈ ધોળકીયાએ આ વર્ષે 600 કર્મચારીઓને મોટી ભેટ આપી છે.

સૂરતની હરેકૃષ્ણ ડાયમંડ દ્વારા પોતાના 600 કર્મચારીઓને દીવાળી બોનસ તરીકે કાર અને 900 જેટલા કર્મચારીઓને FD રૂપે દીવાળી ભેટ આપવાના કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું.પીએમ મોદીએ સંબોધનમાં હરેક્રિષ્ણા એક્સપોર્ટના માલિક સવજીભાઇ ધોળકીયાના પરિવારને અભિનંદન આપતાં સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ સમારંભને સારા કામને પ્રોત્સાહન આપવા માટેના સુંદર પ્રયાસ તરીકે ગણાવ્યો હતો. વધુમાં પીએમ મોદીએ આગામી 31મી ઓક્ટોબરે સૌથી મોટી દીવાળી હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ગુજરાતીઓની સાથે સમગ્ર દેશવાસીઓ માટે આગામી 31મીએ સૌથી મોટી દીવાળી છે.

દીવાળી અને બોનસ એકબીજા સાથે સંકળાયેલા છે. નોકરિયાત વર્ગ દીવાળી આવતા પોતાની કંપની તરફથી મળતાં બોનસની રાહ જોતો હોય છે. ત્યારે સૂરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયા બોનસમાં મોંઘી વસ્તુઓ આપવા માટે જાણીતા છે. તેઓ પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને લાખો રૂપિયાની કાર અને મકાનો ભેટમાં આપતા હોય છે. ફરી એકવખત સવજીભાઈ 600 જેટલી કાર બોનસમાં આપી છે. હરેકૃષ્ણ ડાયમંડના માલિક સવજી ધોળકીયા આ વખતે દીવાળી બોનસમાં પોતાના કર્મચારીને કાર આપી છે. અલગ અલગ કંપનીની 600 કાર આપવામાં આવશે. આ પ્રસંગે PM નરેન્દ્ર મોદી વીડિયો કોનફરન્સથી સંબોધન કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]