Sign in
  • Home
  • News
    • Gujarat
    • India
    • International
    • Today In The History
    • Nutshell in 99
    • Chitralekha Event
    • Gallery
  • Features
    • Editor’s Desk
    • Finance
    • Society
    • Behind The Lens
    • Mojmasti Unlimited
    • bollywood ki baten
    • Kahevat
    • Religion & Spirituality
    • Cooking Tips
    • Variety
    • Yogic Sampada
    • Panchang
    • Grah & Vastu
  • PNP
  • Founder Vaju Kotak
  • About us
  • Magazine
    • My account
    • Gujarati Print + e-magazine
    • Gujarati e-magazine subscription
    • Special Issue
    • Books
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • Gujarat
    • India
    • International
    • Today In The History
    • Nutshell in 99
    • Chitralekha Event
    • Gallery
  • Features
    • Editor’s Desk
    • Finance
    • Society
    • Behind The Lens
    • Mojmasti Unlimited
    • bollywood ki baten
    • Kahevat
    • Religion & Spirituality
    • Cooking Tips
    • Variety
    • Yogic Sampada
    • Panchang
    • Grah & Vastu
  • PNP
  • Founder Vaju Kotak
  • About us
  • Magazine
    • My account
    • Gujarati Print + e-magazine
    • Gujarati e-magazine subscription
    • Special Issue
    • Books
  • Contact Us
Home News Gujarat ગુજરાતમાં RTO કર્મચારીઓની પડતર માગ લઈ કામકાજ હડતાલ
  • News
  • Gujarat

ગુજરાતમાં RTO કર્મચારીઓની પડતર માગ લઈ કામકાજ હડતાલ

February 10, 2025

અમદાવાદ: ગુજરાતભરમાં આજેથી બે દિવસમાટે જો તમારે RTOનું કામ હશે અને તમે RTO ઓફિસ જશો તો વિલા મોઢે આવવું પડશે. કેમ કે આરટીઓ વિભાગમાં કામ કરતા ઈન્સ્પેક્ટરો અને સબ ઈન્સ્પેક્ટરો દ્વારા અનેક માગ કરવામાં આવી હતી. બદલી અને બઢતી જેવી અનેક માગ કરી જેનો ઉકેલ ન આવતા આજે નો લોગ ઈન ડે હેઠળ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેથી આજે રાજ્યમાં તમામ આરટીઓ ઓફિસ પર ચકલા ફરકવા જેવી સ્થિતી જોવા મળશે. આવતી કાલે તમામ માસ સીએલ પર જવાના હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. જો કે, આ વચ્ચે કેટલીક કામગીરીમાં ખલેલ ના પડે માટે તેને ચાલુ રાખવામાં આવી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

રાજ્યભરમાં આરટીઓ વિભાગમાં કામ કરતા ઇન્સ્પેક્ટરો અને સબ ઇન્સ્પેક્ટરોની બદલી અને બઢતી સહિતના પ્રશ્ને લાંબા સમયથી પેન્ડિંગ છે. જેના ઉકેલની વાટ જોતા હવે તેમના સબરનો બાંધ તુટ્યો છે. જેથી આજથી બે દિવસ અલગ અલગ કાર્યક્રમો થકી પોતાની વાત સરકાર સુધી પહોંચે અને તેનો ઉકેલ આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે તમામ નો લોગ ઇન ડે હેઠળ વિરોધ નોંધાવશે. જેની મોટી અસર કચેરીના રોજબરોજના કામકાજ પર પડશે. ખાસ કરીને પોતાના કામો છોડીને કચેરીએ પહોંચેલા અરજદારોએ વિલા મોંઢે પરત ફરવું પડશે. આવતી કાલે તમામ માસ સીએલ પર જશે. જેને પગલે વધુ એક દિવસ કામગીરી ખોરવાશે. આ વિરોધમાં ચૂંટણી અને રોડ સેફ્ટીની કામગીરીને બાદ રાખવામાં આવી છે. જે ચાલુ રહેશે, તે સિવાયની કોઇ કામગીરી નહીં કરાય. આ વિરોધ બાદ સરકાર શું પગલાં લે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરટીઓ કચેરીમાં છાશવારે સર્વર ખોરવાઇ જવાના કારણે અરજદારોને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આજે અને આવતી કાલે કામ થશે, તેવી આશાએ કચેરી પહોંચનાર અરજદારોને નિરાશા જ સાંપડશે. જો કે, આ વખતે મુશ્કેલીનું કારણ સર્વર નહીં પરંતુ કર્મચારીઓની હડતાલ હશે.



























  • TAGS
  • Government job issues
  • Gujarat government response
  • Gujarat RTO strike
  • Gujarat transport office shutdown
  • Mass CL protest
  • No login day protest
  • RTO employee agitation
  • RTO inspector demands
  • RTO services disruption
  • Transfer and promotion dispute
Previous articleઅમદાવાદમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ, 551 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ લીધો ભાગ
Next articleવેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડીનું જોર ઘટ્યું, 11-13 ફેબ્રુઆરી કમોસમી વરસાદની શક્યતા
tejas

RELATED ARTICLESMORE FROM AUTHOR

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં-બાજરીના ભાવમાં વધારો, નારિયળના ભાવ ઘટ્યા

ગુજરાતમાં માવઠાનો કહેર યથાવત્, જાણો હવામાન વિભાગની આગાહી

બ્રહ્માકુમારી મહાદેવનગરની અનોખી પહલ

Recent Posts

  • સુવિચાર – ૧૨ મે ૨૦૨૫
  • ૧૨ મે ૨૦૨૫
  • પંચાંગ 12/05/2025
  • પાકિસ્તાન તરફથી થતા ગોળીબાર પર PM મોદીએ સેનાને કડક સૂચના આપી
  • કરાચી પર હુમલો કરવા માટે ભારતીય નૌકાદળ સંપૂર્ણપણે તૈયાર હતું

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2024 . All rights reserved.
Created by #Liveblack