બજેટ પર ફિક્કી સહિત અનેક મહાનુભાવોના પ્રતિભાવો

અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સસંદમાં રજૂ કરેલું આ પાંચમું બજેટ છે. વળી, 2024માં સામાન્ય ચૂંટણી પહેલાંનું મોદી સરકારનું આ છેલ્લું સંપૂર્ણ બજેટ છે. નાણાપ્રધાનને બજેટ પર શુભેચ્છા આપતાં FICCI (ફિક્કી)ના પ્રમુખ શુભ્રકાંત પાંડાએ જણાવ્યું હતું કે બજેટ સંતુલિત અને પ્રગતિને કંડારનારું છું. બજેટમાં કરવામાં આવેલી ઘોષણાઓ અંદાજ અનુસાર એ સૌનું સમાવેશી ગ્રોથ કરનારું છે. આ બજેટ અર્થતંત્રની પલ્સ પકડનારું છે. મહત્ત્વની વાત એ છે કે કોરોના રોગચાળાના વખતથી સરકાર જાહેર મૂડીખર્ચ સતત વધારી રહી છે, જેની વિવિધ ક્ષેત્રો પર નોંધપાત્ર સકારાત્મક અસર પડી છે.

બજેટ વિશે વેપાર-ઉદ્યોગના મહાનુભાવોના પ્રતિભાવો

શુભ્રકાંત પાંડા (ફિક્કીના પ્રમુખ)

સરકારે મૂડીખર્ચની ફાળવણી 33 ટકાના વધારા સાથે રૂ. 10 લાખ કરોડ છે, જે GDPના 3.3 ટકા છે. વૈશ્વિક આર્થિક સ્થિતિ વચ્ચે આ યોગ્ય પગલું છે. તેમણે કહ્યું હતું કે સતત અનિશ્ચિતતા છતાં ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધના લક્ષ્યને કાબૂમાં રાખવા માટે અમે સરકારની પ્રશંસા કરી છે. સરકારના નિકાસને સ્પર્ધાત્મક બનાવવાના વચનની અમે પ્રશંસા કરીએ છે, પણ સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇન્સેન્ટિવ આપવાની જરૂર હતી. સરકારે MSMS ક્ષેત્રને ટેકો આપ્યો છે, એનું અમે સ્વાગત કરીએ છીએ. MSME માટેની સંશોધિત ક્રેડિટ ગેરન્ટી યોજનામાં રૂ. 9000 કરોડ ઠાલવવાથી લાભ થશે, પણ એનાથી ખર્ચમાં એક ટકાના ઘટાડાથી આ ક્ષેત્રે રૂ. બે લાખ કરોડનો મૂડીપ્રવાહ આવવાની શક્યતા છે.

 

રાજીવ ગાંધી (ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન)

નાણાપ્રધાનનું બજેટ આર્થિક સુધારાને અનુરૂપ છે. બજેટથી મધ્યમ વર્ગ પાસે વધુ નાણાં રહેશે, જેથી તેમના દ્વારા ખર્ચમાં વધારાને પ્રોત્સાહન મળશે.ઇન્ફ્રાસ્ટ્ક્ચર પરની પ્રસ્તાવિત ખર્ચની ફાળવણીથી વિકાસને વેગ મળશે. આર્થિક સુધારાની દિશા સરકારની પ્રગતિ દર્શાવે છે, જે નાગરિકોના વિચારોને બદલશે, સિસ્ટમમાં વધુ પારદર્શકતા લાવશે, જેનાથી ભારતને આત્મનિર્ભર બનાવવા સાથે સુપર પાવર બનાવવામાં મદદ મળશે.

 

સુનીલ આર પારેખ (ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અને ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના સહ-ચેરમેન)

બજેટમાં લક્ષ્યોની પ્રાપ્તિ માટે સૂચવાયેલાં પગલાં ટેક્નોલોજી, નીતિઓ, કાર્યક્રમો અને પ્રોજેક્ટો થકી ગ્રીન અર્થતંત્ર બનાવવા માટેનું પગલું છે. જો આપણે PLI હેઠળ પ્રોત્સાહન જોઈએ તો કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો, પ્રસ્તાવિત મૂડી ખર્ચમાં વધારો એ લોકો અને કંપનીઓની વર્તણૂકમાં પરિવર્તન આણશે. એનાથી ગ્રીન અર્થતંત્ર પ્રાપ્ત કરવામાં મદદ મળશે

 

રવિન વ્યાસ (ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલની એરોસ્પેસ એન્ડ ડિફેન્સ સબ કમિટીના ચેરમેન)

સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન માટે 25 ટકાનો વધારાનું સ્વાગત છે. આ બજેટ ડેફ્ટટેક ((ડિફેન્સ ક્ષેત્રે) સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપનારું છે.

 

 

 

આસિફ હીરાણી (ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝના ડિરેક્ટર)

બજેટ-2023 વૃદ્ધિ અને રોજગાર પર ધ્યાન આપી બધી રીતે ખરું ઊતર્યું છે, બજેટમાં હાઇલાઇટ કરાયેલી સરકારની સાત પ્રાથમિકતાઓ પીપલ સેન્ટ્રિક એજન્ડાની આસપાસ ફરે છે. મૂડીરોકાણમાં વધારો આર્થિક વિકાસને વેગ આપશે અને વૈશ્વિક પ્રતિકૂળતા સામે આધાર આપશે. ફિસ્કલ ડેફિસિટ જાળવવા અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન યથાવત રહેવાથી કેપિટલ માર્કેટ માટે પોઝિટિવ  છે. સરકાર ફિસ્કલ ડેફિસિટને નિયંત્રણમાં લાવવામાં સફળ રહી છે અને તેમની ટાર્ગેટ ડેફિસિટ 5.9% સકારાત્મક છે. MSME માટે સુધારેલી યોજનાઓ અને મોબાઇલ ફોન પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી ‘મેક ઇન ઇન્ડિયા’ને વેગ મળશે. કનેક્ટિવિટી, ગ્રીન ગ્રોથ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર પર ફોકસ કરવામાં આવ્યું છે.

ગૌતમ ચોપરા ( બીટઓના સંસ્થાપક અને CEO)

આ વખતનું બજેટે ભલે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય, પણ હેલ્થકેર સિસ્ટમની વધતી માગોને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધાર્યા વગર પૂરી ના કરી શકા. 157 નવી નર્સિગ કોલેજોની સ્થાપના એ પેરામેડિકલ સ્ટાફની વધતી માગને પૂરી કરવાની દિશામાં એક મોટું પગલું છે. જે લોકોને આરોગ્યની સુવિધાની વધુ જરૂર છે, એમના સુધી પહોંચવા માટે એ જરૂરી છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશનની સાથે એક પહેલ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે મહત્ત્વની સાબિત થશે. વળી, ભારતીય ફાર્માસ્યુટિકલ્સ આપણને અસરકારક દવા આપવા માટે વિશ્વમાં જાણીતી છે, પણ અમારી પાસે હજી પણ નવી દવાઓ, મોલેક્યુકલ્સ અને થેરેપીની અછત છે. બજેટમાં કરવામાં આવેલી હેલ્થ ટેક સ્ટાર્ટઅપ્સને ટેકો અને ફાળવણીનું પગલું સ્તુત્ય છે, પણ સરકારે પાછલા બજેટમાં વેન્ચર કેપિટલ તરીકે રૂ. 2000 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ એના માટે કોઈ નક્કર પગલાં ભર્યા નહોતાં.