અમદાવાદઃ ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં રેલીઓ નીકળી હતી. શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની વિશાળ પ્રતિમાનાં દર્શન કરવા અને ફૂલહાર અર્પણ કરવા હજારો લોકો ઊમટી પડ્યા હતા.
ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની ચારે તરફ વિવિધ કર્મચારી સંગઠનો, રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો દ્વારા પ્રદર્શન અને સુવિધાઓના મંડપ લગાડવામાં આવ્યાં હતાં.
બંધારણના ઘડવૈયા, પીડિતો, કચડાયેલા, શોષિતો, છેવાડાના માણસ માટે સતત જાગ્રત ડો.બાબાસાહેબ આંબેડકર ના 14 એપ્રિલના જન્મ દિવસ નિમિત્તે સરસપુર, શાહીબાગ, ચાંદલોડિયા અને અડાલજ સહિત અનેક વિસ્તારોમાં વિશાળ રેલીઓ નીકળી હતી. આ સાથે જુદા-જુદા વિસ્તારોમાં લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ)