મહોરમ પર્વ નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદ: આવતી કાલે સમગ્ર રાજ્યમાં મહોરમ પૂર્વની ઉજવણી થશે, મહોરમ પૂર્વની ઉજવણીના ભાગ રૂપે શહેરમાં તાજીયા પણ નીકળશે. જ્યારે આ પર્વની ઉજવણી માટે વાહન વ્યવહારની વ્યવસ્થા જળવાય રહે, તે માટે શહેરના કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ જ્યારે અમુક માર્ગ પર નો પાર્કિગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ માટે પોલિસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

17મી જુલાઈના મહોરમ પર્વ નિમીત્તે તાજીયા નીકળશ. જ્યારે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી તાજીયા નીકળશે, જે બાદ વિસર્જન માટે ભેગા થશે. ત્યારે આ તહેવારની ઉજવણીના ભાગ રૂપે ટ્રાફિક કે અન્ય લોકોની અડચણ રૂપના બને તે માટે કેટલા વિસ્તારમાં રસ્ત પર અવર જવર બંધ કરવામાં આવ્યું છે. તો કેટલાક વિસ્તારનો નો પાર્કિગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મહોરમ તાજીયાના તહેવાર નિમિત્તે જાહેર જનતાના વાહન વ્યવહારના સરળ નિયમન અને ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

મુસ્લિમ ધર્મમાં મોહરમ માટે બનાવવામાં આવેલ તાજીયાનું વિશેષ મહત્વ હોય છે. આ મોહરમ મહિનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો મહિનો છે. આ નવા વર્ષના દસમા દિવસે મુસ્લિમોએ બનાવેલ આ તાજીયાનું જુલુસ કાઢવામાં આવે છે. ઈરાકના કરબલામાં ઈસ્લામના અંતિમ નબી હજરત પયંગર સાહેબના દોહિત્ર ઈમામ હુસૈન અને તેમના 72 સાથીદારોની શહાદત થઈ હતી. દર વર્ષે શહીદોની યાદમાં શોક પાળવાની પરંપરા છે. મહોરમમાં ભાવિકો કરબલા ખાતે ઇમામ હુસૈનના મજારના દર્શને જઈ ન શકે તેથી મજાર રોઝાની પ્રતિકૃતિના રૂપમાં તાજીયા બનાવવામાં આવે છે.