વડા પ્રધાન મોદીએ ‘મિશન લાઇફ’નો શુભારંભ કર્યો

અમદાવાદઃ વડા પ્રધાન મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેમનો આજે રાજ્યમાં બીજો દિવસ છે. વડા પ્રધાને રાજ્યના કેવડિયામાં મિશન લાઇફનો શુભારંભ કર્યો હતો. વડા પ્રધાન કેવડિયામાં મિશન પ્રમુખોના 10મા સંમેલનમાં ભાગ લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ મિશન લાઇફ (પર્યાવરણ માટેની જીવનશૈલી) પુસ્તિકા, લોકો અને ટેગલાઇનનો શુભારંભ પર વડા પ્રધાનની સાથે સામેલ થયા હતા. આ પ્રસંગે 120 દેશોના રાજદૂતો પણ સામેલ થયા છે. આ સાથે વડા પ્રધાન તાપીના વ્યારામાં રૂ. 1970 કરોડથી વધુનાં વિકાસ કાર્યોની આધારશિલા મૂકશે.

વડા પ્રધાને આ પ્રસંગે કહ્યું હતું કે મિશન લાઇફ આ ધરતીની સુરક્ષા માટે જન-જનશક્તિઓને જોડે છે. એનો સારો ઉપયોગ શીખવાડે છે. મિશન લાઇફ એ વાતનો વિશ્વાસ કરે છે કે નાના-નાના પ્રયાસોની પણ વ્યાપક અસર હોઈ શકે. તેમણે કહ્યું હતું કે કસરત કરતી વખતે સાઇકલનો પ્રયોગ વધુ કરો. જીવનશૈલીમાં થોડો બદલાવ કરવાથી પર્યાવરણને મદદ થઈ શકે છે.

મિશન લાઇફના શુભારંભ પર તેમણે જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તન માત્ર એક નીતિ સંબંધી મુદ્દો છે. સરકાર કે આંતરરાષ્ટ્રીય  સંસ્થાઓ એ વિશે પગલાં ભરશે. હવે લોકો જળવાયુ પરિવર્તનના પ્રભાવોને મહેસૂસ કરી રહ્યા છે. ભારતે LED બલ્બના માધ્યમથી પ્રદૂષણ ઘટાડ્યું છે. ધરતીને સુરક્ષિત કરવું ખૂબ જ જરૂરી છે. મિશન લાઇફનો મંત્ર ‘લાઇફસ્ટાઇલ ફોર એનવાયર્નમેન્ટ’ છે. મને ખુશી છે કે મિશન LIFE માટે વિશ્વના દેશો આગળ આવ્યા, એમ તેમણે કહ્યું હતું. વિશ્વભરના નેતાઓએ વિડિયો દ્વારા આ મિશન માટેની શુભકામના પાઠવી હતી.