PM મોદીએ સાબરમતી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કરાવ્યો શુભારંભ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન લોન્ચ કર્યો હતો. તેમણે સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે રૂ. 85,000 કરોડના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. ગાંધી આશ્રમમાં તેમનું 24 મહિલા ચરખો કાંતીને મોદીનું સ્વાગત કર્યું હતું.

સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂ. 1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે. આજે દાંડી કૂચ દિવસે વડા પ્રધાન મોદીએ ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ’નો પ્રારંભ કરાવ્યો છે. આ આશ્રમ આઝાદીની ચળવળમાં અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે. 17 જૂન, 1917ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે 132 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂ. 26,972 જ્યારે મકાનોની કિંમતનો રૂપિયા 2,95,121નો ખર્ચ થયો હતો.

વડા પ્રધાને સાબરમતી આશ્રમ વિશે વાત કરતાં કહ્યું હતું કે  જે આશ્રમની દેશની આઝાદીમાં ખૂબ જ મોટી ભૂમિકા રહી છે, જેને દેખવા, જાણવા અને અનુભવવા દુનિયાભરમાંથી લોકો આવે છે, તે સાબરમતી આશ્રમની માવજત તે તમામ ભારતીયની ફરજમાં આવે છે. સાબમતી આશ્રમના વિસ્તારમાં અહીં રહેતા પરિવાજનોની મુખ્ય ભૂમિકા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમને કારણે જ આશ્રમની 55 એકર જમીન પરત મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કામમાં સકારાત્મક ભૂમિકા ભજવનારનો તેમણે આભાર માન્યો હતો.

આ ઉપરાંત તેમણે 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અને નેતાઓ હાજર રહ્યા હતા. તેઓ બપોરે રાજસ્થાનના પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર બે એન્ડ દાવપેચ કવાયતના સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના સંયુક્ત પ્રદર્શન ‘ભારત શક્તિ’નાં સાક્ષી બનશે.

બાદમાં દ્વારકાથી 4.10 વાગ્યે નિકળી સવારે 10.10 વાગ્યે અમદાવાદ પહોંચશે. તો ટ્રેન નંબર 22925 અમદાવાદ ખાતેથી મંગળવાર સિવાયના છ દિવસ દોડશે. જે મુજબ ટ્રેન અમદાવાદથી સાંજે 6 વાગ્યે 10 કલાકે રવાના થશે અને રાત્રે 12.05 મિનિટે દ્વારકા અને 12 વાગ્યે 40 મિનિટે ઓખા પહોંચશે.