જામનગર: વડા પ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસના છેલ્લા દિવસે જામકંડોરણા પહોંચ્યા હતા. અહીં તેમણે વિશાળ જનસભાને સબંધી હતી. તેમણે જામનગરને રૂ. 1448 કરોડથી વધુનાં વિકાસ કામોની ભેટ આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર-નરેન્દ્રની ડબલ એન્જિન સરકારે રાજ્યમાં માળખાગત વિકાસ સાથે ખેડૂતોના ક્લ્યાણ માટે અવિરત વિકાસનાં કામો કર્યાં છે. જામકંડોરણામાં વડા પ્રધાનના આગમન પહેલાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફરીદા મીરે રંગ જમાવ્યો હતો.
જામકંડોરણામાં વડા પ્રધાન મોદી જેતપુર, ધોરાજી, ગોંડલ, જસદણ અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના દોઢ લાખ લોકોને સંબોધવાના છે. જામકંડોરણામાં તેમણે જણાવ્યું હતું કે હું પહેલો વડા પ્રધાન છું કે જામકંડોરણામાં આવ્યો છું. મારે છાશવારે એવાં કામ કરવાના આવે છે જે મારે કરવાનાં હોય છે બીજા કોઈએ આવું કામ કર્યું નથી. આ ક્ષેત્રમાં આવું એટલે વિઠ્ઠલભાઈની યાદ આવે.
Being in Jamkandorana is always special. Addressing a massive public meeting. https://t.co/BodBxNK7HC
— Narendra Modi (@narendramodi) October 11, 2022
આ પહેલાં તેમણે કારમાંથી નીચે ઊતરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સભાસ્થળે પહોંચ્યા હતા. તિરંગા લહેરાવાતાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તેમને સાંભળવા વહેલી સવારથી જ લોકો ઊમટી પડ્યા હતા. આ જનસભામાં મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીની રાજકીય કારકિર્દીમાં સૌરાષ્ટ્ર અને રાજકોટની ભૂમિકા મોટી છે. આ ઋણ નરેન્દ્રભાઈ ભૂલી શક્યા નથી.
મોદીસાહેબે સૌરાષ્ટ્ર-કચ્છ માટે પાણીની સમસ્યા દૂરી કરી છે, નર્મદા ડેમનું મોટા ભાગનું પાણી દરિયામાં વહી જતું જેનો સદુપયોગ કરી સૌની યોજના બનાવી સૌરાષ્ટ્ર-કચ્છમાં પહોંચાડ્યું છે. સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી પર સરકારે ધ્યાન રાખ્યું છે. 102 યુનિવર્સિટીઓ ઘરઆંગણે વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. સૌરાષ્ટ્ર હંમેશા સરકારની વિકાસ નીતિમાં પ્રથમ હરોળમાં રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.