જળસંચય-જળસંગ્રહ ઝૂંબેશ માટે 154 મ્યૂનિસિપાલિટીમાં આટલાં કામ થયાંનો દાવો

ગાંધીનગર-રાજ્યમાં યોજાયેલ સુજલામ સુફલામ જળ ઝૂંબેશમાં પીવાના પાણી, ભૂગર્ભ ગટર તેમજ પાઈપલાઈન લિકેજીસ સહિત પંપીગ સ્ટેશનની સફાઈ જેવાં કામો માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંગીન કામગીરી કરી હોવાનું જણાવાયું છે. રાજયભરની 154 મ્યુનિસિપાલિટીમાં શહેરી વિસ્તારોમાં પાણી બચાવો તથા ભૂગર્ભ ગટર યોજના જાળવણી અંગે જનજાગૃતિ માટે જનસંપર્ક હાથ ધરીને વ્યાપક જાગૃતિ કેળવવામાં આવી છે એમ પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું છે.

દરમિયાન રાજ્યભરમાં ૩૮,૫૧૭ એરવાલ્વની ચકાસણી, ૪૫૫૬ એરવાલ્વની મરામત, ૨૭૧૭ પાઈપલાઈનની લીકેજીસની મરામત, ૧૪૮ અનઅધિકૃત જોડાણ દૂર કરાયા, ૭૪૭ હેડવર્કસ સફાઈ, ૬૯૮ પમ્પિંગ સ્ટેશનની સફાઈ, ૨૦૯ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ, ૪૦૯ ઊંચી ટાંકી તથા ૬૯૪ ભૂગર્ભ સમ્પની સાફ સફાઈ કરવામાં આવી છે. ઉપરાંત ગંદા પાણીના પુન:વપરાશ માટે રીયૂઝ ઓફ વેસ્ટ વોટર પોલિસી પણ કાર્યરત કરાઈ છે હોવાની સિદ્ધિ મેળવવાનો દાવો રજૂ કરાયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]