હલકા ડાયલોગ્સને કારણે ‘વીરે દી વેડિંગ’ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ

મુંબઈ – કરીના કપૂર અને સોનમ કપૂર જેવી સ્ટાર હીરોઈનોને ચમકાવતી અને ચાર સહેલીઓની વાર્તાવાળી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ને પ્રદર્શિત કરવાનો પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યો છે. ફિલ્મમાં અમુક ડાયલોગ્સ અસંસ્કારી છે અને અમુક દ્રશ્યો પણ અશ્લીલ છે એવું પાકિસ્તાને આ માટે કારણ આપ્યું છે.

પાકિસ્તાનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સેન્સર્સના ચેરમેન દાનિયાલ ગિલાનીએ કહ્યું કે બોર્ડના સભ્યોએ સર્વાનુમતે નક્કી કર્યું છે કે ‘વીરે દી વેડિંગ’ પાકિસ્તાનમાં રિલીઝ કરવાને લાયક નથી.

ફિલ્મના ટ્રેલરમાં જ સોનમ કપૂરને ગંદી ગાળ બોલતાં બતાવવામાં આવી છે.

પાકિસ્તાન સેન્સર બોર્ડે મીટિંગ યોજી હતી અને ફિલ્મ જોઈ હતી. ત્યારબાદ એવો નિર્ણય લીધો હતો કે આ ફિલ્મ પાકિસ્તાનમાં બતાવવાને ફિટ નથી. આમાં દ્રશ્યો અશ્લીલ છે અને અમુક ડાયલોગ્સ અસભ્ય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]