સેરેનાનો ‘સુપરહીરો’ ટાઈપનો બ્લેક પેન્થર સૂટ; ફ્રેન્ચ ઓપનનું આકર્ષણ

પેરિસ – મહિલાઓનાં સિંગલ્સ વર્ગમાં ભૂતપૂર્વ નંબર-વન ખેલાડી સેરેના વિલિયમ્સ દીકરીની માતા બન્યા બાદ ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં પાછી ફરી છે. એણે પહેલી જ ગેમમાં જોરદાર પરફોર્મન્સ બતાવીને લોકોની વાહ-વાહ મેળવી હતી, પણ એની ગેમ જેટલો જ આકર્ષક હતો એનો બ્લેક કેટસૂટ.

સેરેનાએ પહેલા રાઉન્ડની મેચમાં ચેક પ્રજાસત્તાકની ક્રિસ્ટીના પ્લીસ્કોવાનને 7-6 (7-4), 6-4થી પરાજય આપ્યો હતો.

એનો બ્લેક ડ્રેસ વિશેષ એ રીતે છે કે હોલીવૂડની સુપરહીરો ફિલ્મ ‘બ્લેક પેન્થર’માં પાત્રએ આ પ્રકારનો જ ડ્રેસ પહેર્યો છે.

23 ગ્રાન્ડ સ્લેમ વિજેતાપદ જીતી ચૂકેલી ચેમ્પિયન ખેલાડી સેરેનાએ કહ્યું કે આ ફૂલ-લેંગ્થ, સ્કિનટાઈટ ડ્રેસ એને શરીરમાં જામતા લોહીના ગઠ્ઠા સામે રક્ષણ આપવા માટે બનાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]