અષાઢી બીજ ના દિવસે ગાંધીનગર શહેરમાં પંચદેવ મંદિર યુવક સમિતિ દ્વારા રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં ગાંધીનગરના સેકટરોને આવરી લેવામાં આવે છે. પરંતુ આ વર્ષે ગાંધીનગર ની રથયાત્રાનો રૂટ બદલવામાં આવ્યો છે.
રથયાત્રાનો રૂટ બદલાતા અને ટુંકાવતા કેટલાક ધર્મપ્રેમી લોકો નારાજ થયા છે. નારાજ લોકો એ તંત્ર વિરુધ્ધ બેનર્સ લગાડી રોષ વ્યક્ત કર્યો છે.
ગાંધીનગર ના યુવા અગ્રણી અંકિત બારોટ ચિત્રલેખા. કોમને કહે છે રાજકીય કાર્યક્રમો નું આયોજન કરવાનું હોય ત્યારે તાબડતોબ તંત્ર કામે લાગી જાય છે. રસ્તા ઓ નું સમારકામ કરી દેવામાં આવી છે. જ્યારે ભગવાન જગન્નાથ ની રથયાત્રા દર વર્ષે બધા સેકટરો માંથી પસાર થતી હોય.
ધર્મપ્રેમી લોકો આ રથયાત્રા નો લાભ લેતા હોય તો સત્તાધીશો શા માટે રોડ નું સમારકામ ના કરી શકે..? ખરેખર રસ્તા ઓ વ્યવસ્થિત કરી રથયાત્રા ને પરંપરાગત માર્ગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આ ધાર્મિક આસ્થા નો વિષય છે.
પ્રજ્ઞેશ વ્યાસ